Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 105:30 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 105:30 · ગુજરાતી બાઇબલ

પછી દેશ પર અસંખ્ય દેડકા ચઢી આવ્યાં; તે રાજાનાં ખાનગી ઓરડામાં ઘૂસી ગયાં.

Cross references

નિર્ગમન 8:1

પછી યહોવાએ મૂસાને કહ્યું, “ફારુન પાસે જઈને તેને કહો કે, યહોવા આમ કહે છે: ‘માંરા લોકોને માંરી સેવા કરવા જવા દે.

નિર્ગમન 8:3

નાઈલ નદી દેડકાંઓથી ભરાઈ જશે. તે નદીમાંથી નીકળીને તમાંરાં ઘરોમાં, તમાંરા શયનખંડમાં, તમાંરા પલંગ ઉપર, તમાંરા અમલદારોના તથા તમાંરી પ્રજાનાં ઘરોમાં, તેમના રસોડામાં અને તેમના પાણીના ઘડાઓમાં ચઢી આવશે.

નિર્ગમન 8:6

ત્યારે હારુને મિસર દેશમાં જયાં જ્યાં જળાશયો હતા તેના ઉપર હાથ ઉઠાવ્યો અને દેડકાંઓ પાણીમાંથી બહાર આવીને સમગ્ર મિસર દેશમાં છવાઈ ગયા.

ગીતશાસ્ત્ર 78:45

તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, અને જે તેઓને કરડ્યા, અને દેડકાઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો.

પ્રકટીકરણ 16:13

પછી મેં ત્રણ અશુદ્ધ આત્માઓ જે દેડકાઓ જેવા દેખાતા હતા તે જોયાં. તેઓ અજગરના મુખમાથી, તે પ્રાણીના મુખમાંથી, અને ખોટા પ્રબોધકના મુખમાથી બહાર આવ્યા.

Interlinear

Choose Theme