જો તું જ્ઞાની હોય તો એ તારા લાભની વાત છે.જો તું ઉદ્ધત થઇશ, તો તારે તેની કિંમ્મત ચૂકવવી પડશે.મૂર્ખ સ્ત્રી કંકાસિપણ
Cross references
જો મેં પાપ કર્યુ પણ હોય, તો તે મારી સમસ્યા છે. તે તમને દુ:ખ નહિ પહોંચાડે.
“શું કોઇપણ માણસ દેવને ઉપયોગી છે? ડાહ્યામાં ડાહ્યો માણસ પણ દેવને ઉપયોગી છે ખરો?
તું સાચી રીતે જીવે તો પણ તેથી દેવને શું? તારું વર્તન ગમે તેટલું નિદોર્ષ હોય તો પણ તેથી દેવને શો ફાયદો?
અયૂબ, હવે તું તારી જાત દેવને સમપિર્ત કરી દે, અને તેની સાથે સુલેહ કર, જેથી તારું ભલું થશે.
અયૂબ, જો તમે પાપ કરો, તો તેમાં દેવને કોઇ રીતે હાનિ થવાની નથી. જો તમારી પાસે ખૂબ પાપ ભર્યા હોય તો તેમાં દેવનું કાંઇ નુકસાન નથી.
મજૂરની ભૂખ તેની પાસે મજૂરી કરાવે છે; તેનું મોઢું માણસને જંપીને બેસવા દેતું નથી.
એટલે હવે તમે હાંસી ઉડાવશો નહિ. નહિ તો તમારી સાંકળો મજબૂત થઇ જશે. સૈન્યોના દેવ યહોવાએ છોડેલી આખા દેશના વિનાશની આજ્ઞા મેં સાંભળી છે.
જે માણસ પાપ કરશે તે મરણ પામશે. પુત્રને તેના પિતાનાં પાપોની શિક્ષા થશે નહિ, કે પિતાને પોતાના પુત્રના પાપોની શિક્ષા થશે નહિ. ન્યાયી માણસને પોતાની ભલાઇનો અને દુષ્ટ માણસને પોતાની દુષ્ટતાનો બદલો મળશે.
અને બાકીના બધા કુટુંબોના પુરુષો અલગ શોક પાળશે અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે.”
અંતિમ દિવસોમા શું થશે તે સમજવું તમારા માટે મહત્વનું છે. લોકો તમારી સામે હસશે. તેઓ પોતાને ગમતી દુર્વાસના પ્રમાણે ચાલશે જેનો તેઓ આનંદ માણશે.
પાઉલ તેના બધા જ પત્રોમાં આ જ રીતે આ બધી વાતો લખે છે. પાઉલના પત્રોમાં કેટલીક એવી વાતો છે કે જે સમજવામાં અઘરી છે. અને કેટલાએક લોકો તેને ખોટી રીતે સમજાવે છે.તે લોકો આજ્ઞાત છે, અને વિશ્વાસમાં નિબૅળ છે. તે જ લોકો બીજા શાસ્ત્રો 43 ને પણ ખોટી રીતે સમજાવે છે. પરંતુ આમ કરીને તેઓ પોતાનો જ વિનાશ નોતરે છે.