શકિત અને પ્રતિષ્ઠા તેના વસ્ત્રો છે. તે ભવિષ્ય વિષે ચિંતિત નથી. તેને વૃદ્ધાવસ્થાનો ડર નથી.
Cross references
સદાચારી રહેવું એ મારા વસ્ત્રો હતા. પ્રામાણિક વર્તન એ મારો ઝબ્બો અને પાઘડી હતા.
તો તું જો દેવ સમાન હોય, તો તું ગર્વ કરી શકે. જો તું દેવ સમાન હોય, તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રો ની જેમ ધારણ કરી શકીશ.
સજ્જનો પર તેજ પ્રકાશે છે, જેઓના હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરી દેવામાં આવે છે.
તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; અને તારા ભકતો હર્ષનાદ કરો.
હું તેના યાજકોને તારણનો ઝભ્ભો પહેરાવીશ; મારા પરમ ભકતો આનંદથી ગાશે.
“યહોવાના ઉપકારોનું સ્મરણ થતાં મારા હૈયામાં આનંદ શમાતો નથી. મારા દેવને સંભારતાં મારું હૈયું હર્ષથી ઊભરાય છે; કારણ, તેણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યા છે અને મને ન્યાયીપણાંનો ઝભ્ભો પહેરાવ્યો છે. લગ્નનાં વસ્ત્રોમાં સજ્જ થયેલા વરરાજા જેવો અથવા રત્નાલંકારોથી શણગારાયેલી જાણે વધૂ જેવો હું છું.
આથી યહોવા મારા માલિક કહે છે કે, “મારા સેવકો ખાવા પામશે પણ તમે ભૂખ્યા રહેશો, મારા સેવકો પીશે પણ તમે તરસ્યા રહેશો. મારા સેવકો ખુશી થશે પણ તમે ફજેત થશો.
જેને પાંચ થેલી આપવામાં આવી તેણે બીજી વધારાની પાંચ થેલી લાવી તેના ધણીને આપી અને કહ્યું, ‘તેં મારા પર વિશ્વાસ મૂક્યો તેથી તે પાંચ થેલીઓનો બીજી પાંચ થેલીઓ કમાવવા મેં ઉપયોગ કર્યો.’
પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો. તમારામાં રહેલો પાપનો અંશ તમને જે ખરાબ ઈચ્છાઓ કરાવે છે, તેને સંતોષવાના વિચારો ન કરો.
અને નવું માણસપણું જે દેવની ઈચ્છા પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સજાર્યેલુ છે. તે ધારણ કરો.
પરંતુ સારા કાર્યો કરીને તેમણે સુંદર બનવું જોઈએ. જે સ્ત્રીઓ એમ કહેતી હોય કે તેઓ દેવને ભજે છે તેમણે એ રીતે પોતાને સુંદર બનાવવી જોઈએ.
જુવાનો, મારે તમને પણ કંઈક કહેવું છે. તમારે વડીલોની સત્તાને સ્વીકારવી જોઈએ અને એકબીજા પ્રત્યે તમારે બધાને વિનમ્ર બનવું જોઈએ. “દેવ અભિમાની લોકોની વિરૂદ્ધ છે. પરંતુ વિનમ્ર લોકો પ્રતિ તે કૃપા (દયા) રાખે છે.” નીતિવચનો 3:34