સદાચારી રહેવું એ મારા વસ્ત્રો હતા. પ્રામાણિક વર્તન એ મારો ઝબ્બો અને પાઘડી હતા.
Cross references
સાંજ પહેલાં તમાંરે તે ઝભ્ભો એને પાછો આપી દેવો, જેથી તે એ પેહરીને સૂએ અને તમને આશીર્વાદ આપે, તમાંરા દેવ યહોવાની દૃષ્ટિએ તે ન્યાયી અને સાચું કાર્ય ગણાશે.
હું મારી નિદોર્ષતાને વળગી રહીશ; હું તેને કદી છોડીશ નહિ હું જીવું ત્યાં સુધી મારો અંતરઆત્મા મને કદી દુ:ખ પહોચાડશે નહિ.
તો હું એને મારે ખભે લટકાવીશ. હું રાજમુગટની જેમ તેને પહેરીશ.
તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; અને તારા ભકતો હર્ષનાદ કરો.
યહોવાના જે લોકો બચી ગયા હશે, તેઓ માટે છેવટે સૈન્યોનો દેવ યહોવા પોતે “મહિમાનો મુગટ” અને “સૌદંર્યનો તાજ થશે.”
તે મુકિતનું બખતર ચઢાવશે અને માથે વિજયનો ટોપ ધારણ કરશે, વેરના વાઘા પહેરશે અને ઉપર ક્રોધનો ઝભ્ભો ઓઢશે.
“યહોવાના ઉપકારોનું સ્મરણ થતાં મારા હૈયામાં આનંદ શમાતો નથી. મારા દેવને સંભારતાં મારું હૈયું હર્ષથી ઊભરાય છે; કારણ, તેણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યા છે અને મને ન્યાયીપણાંનો ઝભ્ભો પહેરાવ્યો છે. લગ્નનાં વસ્ત્રોમાં સજ્જ થયેલા વરરાજા જેવો અથવા રત્નાલંકારોથી શણગારાયેલી જાણે વધૂ જેવો હું છું.
તું યહોવાના હાથમાં ઝળહળતો તાજ, તારા દેવના હાથમાં રાજમુગટ બની રહેશે.
પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો. તમારામાં રહેલો પાપનો અંશ તમને જે ખરાબ ઈચ્છાઓ કરાવે છે, તેને સંતોષવાના વિચારો ન કરો.
સત્ય કહેવાથી, અને દેવના પરાક્રમથી, અમે અમારા ન્યાયી રીતે જીવવાના માર્ગનો ઉપયોગ અમારા વિરૂદ્ધની દરેક વસ્તુથી અમારી જાતને બચાવવા અમે કરીએ છીએ.
તેથી સત્યથી તમારી કમર બાંધો; અને પ્રામાણિક જીવન જીવીને તમારી છાતીનું રક્ષણ કરો.
પરંતુ આપણે તો દિવસ (સારાપણું) સાથે જોડાયેલા છીએ, તેથી આપણે આપણી જાતને નિયંત્રણમાં રાખવી જોઈએ. આપણે આપણી જાતનું રક્ષણ કરવા વિશ્વાસ, અને પ્રેમનું બખતર પહેરવું જોઈએ. અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.
સુંદર શણનું વસ્ત્ર વધૂને તેણે પહેરવા માટે આપ્યું છે. તે શણનું વસ્ત્ર તેજસ્વી અને સ્વચ્છ છે.”(તે સુંદર શણનું વસ્ત્ર સંતોના સત્કર્મો રૂપ છે. જે સારી વસ્તુઓ કરી છે તે.)