Home Bibles નીતિવચનો 30:10 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 30:10 · ગુજરાતી બાઇબલ

નોકરની ખરાબ વાતો જે ખોટી છે તે તેના માલિક આગળ ન કર. રખેને તે તને શાપ દે, ને તેણે જે કર્યું હતું તેને માટે તું દોષપાત્ર ઠરે.

Cross references

પુનર્નિયમ 15:9

“પણ સાવધાન! જોજો, એવું ના બને કે, “જયારે સાતમું ઋણમુકિતનું વર્ષ નજીક આવ્યું છે ત્યારે હલકા વિચારથી ભરાઇને તમે તમાંરા આથિર્ક મુશ્કેલીમાં આવી પડેલા જાતભાઈ પ્રત્યે લાગણીહીન બની તેને કંઈ ન આપો, નહિતર તે તમાંરી વિરુદ્ધ યહોવાને પોકાર કરશે અને તમે દોષિત ઠરશો.

પુનર્નિયમ 23:15

“કોઈ ગુલામ તેના માંલિકને છોડીને રક્ષણ માંટે તમાંરી પાસે ભાગીને આવે તો તેને પાછો ન મોકલો.

1 શમુએલ 22:9

ત્યારે શાઉલના ચાકરો પાસે દોએગ અદોમી ઊભો હતો. તેણે કહ્યું, “હું નોબમાં હતો ત્યારે મેં દાઉદને અહીટૂબના પુત્ર અહીમેલેખ યાજક સાથે વાત કરતાં જોયો હતો.

1 શમુએલ 24:9

“દાઉદ આપને માંરી નાખવા ફરે છે. ‘એવું કહેનાર લોકોનું તમે સાંભળો છો શા માંટે?’

1 શમુએલ 26:19

માંરા ધણી અને રાજા, માંરુ સાંભળો, તમાંરા સેવકને વાત કરતા: જો યહોવાએ આપને માંરી વિરુદ્ધ ઉશ્કેર્યો હોય, તો તેઓ માંરા અર્પણો સ્વીકારે, પણ જો માંણસોએ આપને માંરી વિરુદ્ધ ઉશ્કેર્યો હોય તો ભલે દેવથી એમના માંટે ખરાબ થાય. યહોવાએ આપણને આપેલ ભૂમિમાંથી લોકોએ મને બહાર હાંકી કાઢયો. તેઓએ કહ્યું “ચાલ્યો જા, અને બીજા વિદેશી દેવોની સેવા કર.’

1 શમુએલ 30:15

દાઉદે તેને પૂછયું, “તું મને એ હુમલા-ખોરો પાસે લઈ જશે?” તે યુવાને ઉત્તર આપ્યો, “જો તમે મને દેવના સોગંદ ખાઈને વચન આપો કે તમે મને માંરી નહિ નાખો, અથવા માંરા ધણીને નહિ સોંપી દો, તો હું તમને ત્યાં લઈ જાઉં, “

2 શમએલ 16:1

દાઉદ પર્વતના શિખરથી સહેજ આગળ ગયો ત્યાં તેને મફીબોશેથનો નોકર સીબા મળ્યો, તેની પાસે બે ગધેડાં હતાં, અને તેમનાં પર 200 સૂકી રોટલી, 100 દ્રાક્ષોવાળી મીઠી પાંઉરોટી, 100 ઉનાળાની ઋતુનાં ફળ અને એક બરણી ભરીને દાક્ષારસ હતો.

2 શમએલ 19:26

તેણે કહ્યું, “હે માંરા પ્રભુ અને રાજા, માંરા સેવક સીબાએ મને દગો દીધો. હું લંગડો છું એટલે મેં તેને કહ્યું, ‘માંરા ગધેડા પર જીન નાખ, માંરે રાજા સાથે જવું છે.’

2 કાળવ્રત્તાંત 24:22

ઝર્ખાયાના પિતા યહોયાદાએ પોતાના પ્રત્યે બતાવેલી વફાદારીને ભૂલી જઇને રાજા યોઆશે તેના પુત્રને મારી નાખ્યો. મરતાં મરતાં ઝર્ખાયા કહેતો ગયો કે, “યહોવા આ જુઓ અને એનો બદલો લો!”

નીતિવચનો 11:26

અનાજ સંઘરી રાખનારને લોકો શાપ દે છે, પણ વેચનાર ઉપર આશીર્વાદ વરસાવે છે.

નીતિવચનો 24:23

આ જ્ઞાનીઓના વચન છે, ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી.

નીતિવચનો 28:27

ગરીબને ધન આપનારને ત્યાં ખૂટવાનું નથી, પણ જે આંખમીંચામણાં કરશે તે ઘણા શાપ પામશે.

સભાશિક્ષક 7:21

કોઇ લોકો જે કહે તે દરેક વાત સાંભળવી નહિ, અથવા તો તમારે તમારા નોકરને તમારી વિષે બૂરું બોલતાં સાંભળવો જોઇએ!

દારિયેલ 3:8

તે વખતે કેટલાક અધિકારીઓએ રાજાની પાસે આવીને યહૂદીઓ ઉપર આરોપ મૂક્યું.

દારિયેલ 6:13

ત્યારે તેમણે રાજાને કહ્યું, “યહૂદાના કેદીઓમાંનો એક દાનિયેલ આપની અને આપે સહી કરેલા હુકમની અવજ્ઞા કરે છે. તે રોજ ત્રણ વખત પોતાના દેવને પ્રાર્થના કરે છે.”

દારિયેલ 6:24

પછી રાજાના હુકમથી દાનિયેલ ઉપર આક્ષેપ કરનારાઓને; તેમના બાળકોને અને સ્ત્રીઓને પકડી લાવીને સિંહોની ગુફામાં નાખવામાં આવ્યા, અને તેઓ ગુફાને તળીયે પહોંચે તે પહેલાં જ સિંહો તેમના ઉપર તૂટી પડ્યા અને તેમના હાડકાં સુદ્ધાં ચૂરેચૂરા કરી નાખ્યા.

રોમનોને પત્ર 14:4

બીજા માણસના નોકર વિષે તમે અભિપ્રાય આપી ન શકો. નોકર કામ બરાબર કરે છે કે નહિ, એ તો ફક્ત એનો પોતાનો જ શેઠ નક્કી કરી શકે. અને પ્રભુનો સેવક ન્યાયી હશે કારણ કે તેને ન્યાયી કે સુપાત્ર બનાવવા પ્રભુ સમર્થ છે.

Interlinear

Choose Theme