જે કોઇ પરોઢિયે ઊઠીને પોતાના મિત્રને મોટે સાદે આશીર્વાદ દે છે, તે તેને શાપ સમાન લાગશે.
Cross references
તે પ્રતિદિન સવારે વહેલો ઊઠતો અને શહેરના દરવાજાના રસ્તા પાસે જઈને ઊભો રહેતો, અને જયારે જયારે કોઈ માંણસ રાજા પાસે ફરિયાદ લઈ ન્યાય કરાવવા આવતો ત્યારે આબ્શાલોમ તેને પોતાની પાસે બોલાવતો, અને પૂછતો કે, “તું કયાંથી આવે છે?” પેલો માંણસ જવાબ આપતો, “સાહેબ, હું ઇસ્રાએલના ફલાણા કુળસમૂહમાંથી આવું છું.”
દાઉદનો મિત્ર આકીર્હૂશાય જયારે આબ્શાલોમને મળ્યો ત્યારે તેણે તેને કહ્યું, “નામદાર રાજા, ઘણું જીવો! નામદાર રાજા ઘણું જીવો.”
હૂશાયે જવાબ આપ્યો, “આ વખતે અહીથોફેલે જે સલાહ આપી છે તે અયોગ્ય છે.”
આથી ઇસ્રાએલના રાજાએ 400 પ્રબોધકોને બોલાવીને ભેગા કર્યા. અને તેમને પૂછયું, “માંરે રામોથ-ગિલયાદ પર હુમલો કરવો કે રાહ જોવી?”તેમણે કહ્યું, “હુમલો કરો, યહોવા તેને રાજાના હાથમાં સુપ્રત કરશે.”
મીખાયાને તેડવા ગયેલા માંણસે મીખાયાને કહ્યું, “ધ્યાન રાખજો કે બધા જ પ્રબોધકોએ એકી અવાજે રાજાને માંટે સારું ભવિષ્ય ભાખ્યું છે, તમે પણ તેના માંટે તેમના જેવું જ કહેજો.”
“સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે; ‘બાબિલના રાજાની ઝૂંસરીં મેં તારા પરથી હઠાવી લીધી છે.
લોકોએ પોકાર કર્યો, “આ વાણી દેવની છે, એક માણસની નથી!”