Home Bibles નીતિવચનો 22:16 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 22:16 · ગુજરાતી બાઇબલ

જે ધનવાન થવા માટે ગરીબને ત્રાસ આપે છે અથવા જે ધનવાનને ઇનામ આપે છે તે પોતે તો ગરીબ જ રહે છે.

Cross references

અયૂબ 20:19

કારણકે એણે ગરીબોને રંજાડ્યાં છે ને તરછોડ્યાં છે, બીજાના બાંધેલા ઘર પચાવી પાડ્યાં છે.

ગીતશાસ્ત્ર 12:5

યહોવા કહે છે, “હવે હું ઊભો થઇશ અને તમારું રક્ષણ કરવા આવીશ, કારણ કે ગરીબો લૂટાયા તેને લીધે તેઓ નિસાસા લઇ રહ્યાં છે. તેઓને જે સુરક્ષાની જરૂર છે તે હું તેમને આપીશ.”

નીતિવચનો 14:31

ગરીબને રંજાડનાર તેના સર્જનહારનું અપમાન કરે છે. પણ ગરીબ ઉપર રહેમ રાખનાર તેને સન્માને છે.

નીતિવચનો 22:22

ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમજ ગરીબને ન્યાયાલયમાં હેરાન કરીશ નહિ.

નીતિવચનો 28:3

અસહાયને રંજાડતી ગરીબ વ્યકિત પાકનો તદૃન નાશ કરનાર વરસાદની હેલી જેવો છે.

નીતિવચનો 28:22

લોભી વ્યકિત પૈસાદાર થવા માટે દોડે છે, પણ તેને ખબર નથી કે પોતાના ઉપર દરિદ્રતા આવી પડશે.

મીખાહ 2:2

તેઓ ખેતરો મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને ઘેરી વળે છે, તેઓ ઘર મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને પડાવી લે છે. તેઓ વ્યકિતને તેની સંપતિ માટે છેતરે છે, તેઓ વારસદારને તેના વારસા માટે ઠગે છે.

ઝખાર્યા 7:9

સૈન્યોનો દેવ યહોવા કહે છે: “સાચો ન્યાય આપો, એકબીજા પ્રત્યે દયા અને કરૂણા દર્શાવો.”

લૂક 6:33

જે લોકો તમારુંભલું કરે છે, ફક્ત તે લોકોનું જ તમે ભલુ કરો તો તેમ કરવા માટે તમને વધારે પ્રસંશા મળે ખરી? ના! પાપીઓ પણ એમ જ કરે છે!

લૂક 14:12

પછી ઈસુએ જે ફરોશીઓને નિમંત્રણ આપ્યું હતું તેને કહ્યું, “જ્યારે તું દિવસનું કે રાતનું ખાણું માટે નિમંત્રણ આપે ત્યારે તારા મિત્રો, ભાઈઓ, સબંધીઓ તથા પૈસાદાર પડોશીઓને જ ના આપ. કેમ કે બીજી કોઈ વાર તેઓ તને જમવા માટે નિમંત્રણ આપશે. ત્યારે તને તારો બદલો વાળી આપશે.

લૂક 16:24

તેણે બૂમ પાડી, ‘ઈબ્રાહિમ બાપ, મારા પર દયા કર. લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે; કારણ કે હું આગમાં પીડા ભોગવી રહ્યો છું.

યાકૂબનો 2:13

હા, તમારે બીજા લોકો પર દયા બતાવવી જ જોઈએે. જો કોઈ વ્યક્તિ બીજા લોકો તરફ દયા નહિ રાખે તો, દેવ તેને દયા રાખ્યા વગર ન્યાય આપશે કારણ ન્યાય પર દયાનો વિજય હોય છે.

યાકૂબનો 5:1

તમે શ્રીમંતો, સાંભળો! રૂદન કરો અને ખૂબજ વ્યથિત થાવ. કારણ કે ઘણા સંકટો તમારા પર આવવાનાં છે.

Interlinear

Choose Theme