Home Bibles નીતિવચનો 21:7 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 21:7 · ગુજરાતી બાઇબલ

દુષ્ટ લોકોનો અત્યાચાર તેને ઘસડી જાય છે, કારણકે, તેઓ ન્યાયને માગેર્ ચાલવાનો ઇન્કાર કરે છે.

Cross references

ગીતશાસ્ત્ર 7:16

પોતાના દુષ્કૃત્યોથી તે પોતેજ મુશ્કેલીમાં મુકાશે; તે પોતાની ઉગ્રતાથી પોતેજ ત્રાસ સહન કરશે.

ગીતશાસ્ત્ર 9:16

યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને, પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઇ ગયા છે.

નીતિવચનો 1:18

તેઓ અન્યની હત્યા કરવા સંતાઇ રહે છે, પણ હત્યા એમની જ થાય છે. બીજાનો જીવ લેવા જાય છે. અને પોતાનો જીવ ગુમાવે છે.

નીતિવચનો 10:6

સદાચારીના માથા ઉપર આશીર્વાદ ઊતરે છે; પણ દુરાચારીનું મોઢું હિંસાને છુપાવે છે.

નીતિવચનો 21:21

નીતિમત્તા અને વફાદારીના માગેર્ ચાલનારને જીવન, નીતિમત્તા અને સન્માન મળે છે.

નીતિવચનો 22:22

ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમજ ગરીબને ન્યાયાલયમાં હેરાન કરીશ નહિ.

નીતિવચનો 22:23

કારણ કે યહોવા તેમનો પક્ષ લેશે અને તેમનું હરી લેનારના પ્રાણ હરી લેશે.

યશાયા 1:23

તારા રાજકર્તાઓ જ બળવાખોર અને ચોરોના સાથીઓ થઇ ગયા છે. તેઓ લાંચના લાલચુ છે, ને નજરાણાં માટે વલખાઁ મારે છે. તેઓ અનાથનું રક્ષણ કરતાં નથી, અને વિધવાઓની દાદ તેઓ સાંભળતા નથી.

ચર્મિયા 7:9

તમે ચોરી કરો છો, ખૂન કરો છો, વ્યભિચાર કરો છો. ખોટા સોગંદ ખાઓ છો. બઆલદેવને ભોગ ચઢાવો છો. અને અજાણ્યા જ બીજા દેવોની પાછળ પડો છો.

ચર્મિયા 7:15

તમારા ભાઇઓને એટલે એફ્રાઇમના લોકોને જેમ કર્યું હતું, તેમ હું તમને બંદીવાસમાં મોકલી આપીશ.”‘

યર્મિયાનો વિલાપ 18:18

પરંતુ એના પિતાએ અન્યાય ગુજાર્યો હતો, ચોરી કરી હતી અને પોતાના લોકોનું ભૂંડું કર્યું હતું. એટલે તેને તો પોતાનાં પાપને કારણે મરવું જ પડશે.

યર્મિયાનો વિલાપ 22:13

“‘તમે અપ્રામાણિક નફો મેળવ્યો છે અને તમારી મધ્યે લોહી વહેવડાવ્યું છે. તેથી હું રોષમાં હાથ પછાડીશ.

મીખાહ 3:9

હે યાકૂબના વંશના નેતાઓ અને ઇસ્રાએલના કૂળના શાસકો, જેઓ ન્યાયને ધિક્કારો છો, અને સર્વ નીતિમત્તાને ઉલટાવો છો, હવે ધ્યાનથી સાંભળો.

ઝખાર્યા 5:3

ત્યારે તેણે મને કહ્યું, “આ ઓળિયું સમગ્ર દેશ પર આવનાર દેવના શાપના શબ્દોનું પ્રતિક છે. એમાં લખ્યા મુજબ ચોરી કરનાર અને ખોટા સમ ખાનાર એકેએક જણને હવે હાંકી કાઢવામાં આવશે.”

એફેસીઓને પત્ર 5:6

તમને નિરર્થક વાતો કહીને કોઈ પણ વ્યક્તિ તમને મૂર્ખ ન બનાવે તેનું ધ્યાન રાખો. આવી અનિષ્ટ વસ્તુઓ દેવને એવા લોકો પ્રતિ ક્રોધિત બનાવે છે જેઓ આજ્ઞાંકિત નથી.

Interlinear

Choose Theme