છૂપી રીતે આપેલ ઇનામથી ક્રોધ શમી જાય છે, છુપાવેલ લાંચથી ભારે રોષ શમી જાય છે.
Cross references
વધુમાં કહેજો કે, ‘આ તમાંરી ભેટ છે, અને આપનો સેવક યાકૂબ પણ લોકોની પાછળ આવી રહ્યો છે.”‘યાકૂબે વિચાર્યુ, “જો હું આ માંણસોને ભેટ સાથે આગળ મોકલું તો શકય છે કે, કદાચ એસાવ મને માંફ કરે અને માંરો સ્વીકાર કરે.”
ત્યારે તેમના પિતા ઇસ્રાએલે તેમને કહ્યું, “જો એ સિવાય કોઈ રસ્તો ના હોય તો પછી આમ કરો: બિન્યામીનને તમાંરી સાથે લઈ જાઓ. આપણા દેશની કેટલીક ઉત્તમ વસ્તુઓ તમાંરા સરસામાંનમાં પેલા માંણસ માંટે ભેટરૂપે આપવા લઈ જાઓ, થોડું ગૂગળ, થોડું મધ, થોડા તેજાના, તથા બોળ, પિસ્તંા તથા બદામ;
ત્યાર પછી દાઉદે તેને માંટે અબીગાઈલ જે લાવી હતી તેનો સ્વીકાર કર્યો અને કહ્યું, “નચિંત થઈને શાંતિથી પાછી ઘરે જા, મેં તારી વાત સાંભળી છે, અને હું તારી વિનંતી માંન્ય રાખું છું.”
જેને બક્ષિસ મળે છે તેની નજરમાં તે મૂલ્યવાન મણિ જેવી છે; તે જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં તે ઉદય પામે છે.
દુર્જન છૂપી રીતે લાંચ લે છે અને પછી અન્યાય કરે છે.
વ્યકિતની ભેટ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે, અને મહત્વની વ્યકિતની સમક્ષ લઇ જાય છે.
ઉદાર માણસની સૌ ખુશામત કરે છે. ઉપહાર આપનારના સૌ કોઇ મિત્ર બને છે.
જેથી જ્યારે તમે ગરીબોને આપો તો ખાનગીમાં આપો, તમે શું કરો છો તેની કોઈને જાણ પણ થવા દેશો નહિ.