Home Bibles નીતિવચનો 17:21 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 17:21 · ગુજરાતી બાઇબલ

મૂર્ખને પેદા કરનાર દુ:ખી થાય છે, મૂર્ખના બાપને કદી આનંદ થતો નથી.

Cross references

ઊત્પત્તિ 26:34

જયારે એસાવ 40 વર્ષનો થયો, ત્યારે તેણે હિત્તી બએરીની દીકરી યહૂદીથ અને હિત્તી એલોનની દીકરી બાસમાંથ સાથે લગ્ન કર્યા.

1 શમુએલ 2:32

ઇસ્રાએલ સાથે સારી ઘટનાઓ ઘટશે પણ તમે તમાંરા ઘરમાં ખોટી ઘટનાઓ જોશો, પણ તારા કુટુંબમાં હવે પછી કોઈ કદાપિ ઘડપણ જોવા નહિ પામે,

1 શમુએલ 8:3

પરંતુ તેઓ તેમના પિતા જેવી રીતે રહેતા હતા તેવી રીતે ન રહ્યાં. તેઓ પૈસાના લોભી હતા. તેઓ લાંચ-રૂશ્વત લેતા અને ન્યાય આપવામાં તેઓ પક્ષપાત કરતા હતા.

2 શમએલ 18:33

પદ્ધી રાજા બહુ જ ગુસ્સે થયો, તે નગરના દરવાજા પરની ઓરડી પર ગયો, તેની આંખો આંસથી ભરાઇ આવી, તે રડવા લાગ્યો. અને જતાં જતાં તે બોલ્યો, “ઓ માંરા પુત્ર આબ્શાલોમ! માંરા પુત્ર, ઓ માંરા પુત્ર આબ્શાલોમ! તારા બદલે હું જો મૃત્યુ પામ્યો હોત તો કેવું સારું! ઓ આબ્શાલોમ, માંરા પુત્ર! માંરા પુત્ર!”

નીતિવચનો 10:1

જ્ઞાની પુત્ર પોતાના પિતાને હર્ષ ઉપજાવી સુખી કરે છે. અને મૂર્ખ પુત્ર પોતાની માતાને ભારરુપ છે.

નીતિવચનો 15:20

ડાહ્યો પુત્ર પિતાને સુખ આપે છે, પણ મૂર્ખ પુત્ર પોતાની માતાને ધિક્કારે છે.

નીતિવચનો 17:25

મૂર્ખ પુત્ર પિતાને માટે વ્યથારૂપ અને પોતાની માતાને માટે કડવાશરૂપ લાગે છે.

નીતિવચનો 19:13

મૂર્ખ પુત્ર પોતાના પિતાને વિપત્તિરૂપ છે. કજિયાળી પત્ની જાયુ ટપકતા પાણી જેવી છે.

નીતિવચનો 23:15

બેટા, જો તું ડાહ્યો થઇશ તો મારું હૃદય હરખાશે.

2 કરિંથીઓને 2:3

મેં તમને પત્ર આ કારણે લખ્યો: કે જેથી હું તમારી પાસે જ્યારે આવું ત્યારે તે લોકોએ મને પ્રસન્ન કરવો જોઈએ તે લોકો દ્વારા હું ઉદાસી ન બનું. મને ખાતરી છે કે તમારામાંના બધા તે જ સુખમાં ભાગીદાર થાઓ કે જે મને મળ્યું છે.

ફિલેમોને પત્ર 1:19

હું પાઉલ છું, અને મારા પોતાના હાથે હું આ લખી રહ્યો છું. ઓનેસિમસનું જે કાંઇ દેવું હોય તે હું ભરપાઈ કરી આપીશ. અને જો કે તારા પોતાના જીવન માટે તું મારો કેટલો ઋણી છું, તે વિશે હું કશું જ નથી કહેતો.

3 યોહાનનો પત્ર 1:4

જ્યારે હું સાંભળું છું કે મારાં બાળકો સત્યના માર્ગને અનુસરે છે ત્યારે મને હંમેશા સૌથી વધુ આનંદ થાય છે.

Interlinear

Choose Theme