Home Bibles ☰ Books 1 શમુએલ 2:32 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 2:32 · ગુજરાતી બાઇબલ

ઇસ્રાએલ સાથે સારી ઘટનાઓ ઘટશે પણ તમે તમાંરા ઘરમાં ખોટી ઘટનાઓ જોશો, પણ તારા કુટુંબમાં હવે પછી કોઈ કદાપિ ઘડપણ જોવા નહિ પામે,

Cross references

1 શમુએલ 4:4

તેથી લોકોએ દેવનો કરારકોશ લાવવા માંટે માણસોને શીલોહ મોકલ્યા. કોશની ઉપર કરૂબ દેવદૂતો હતા, જે દેવના સિંહાસન જેવા હતા. એલીના બે પુત્રો હોફની અને ફીનહાસ કોશની સાથે આવ્યા.

1 શમુએલ 4:11

દેવનો પવિત્રકોશ કબજે કરવામાં આવ્યો અને એલીના પુત્રો હોફની અને ફીનહાસ માંર્યા ગયા.

1 શમુએલ 4:22

તેણે કહ્યું કે: “ઇસ્રાએલનું ગૌરવ જતું રહ્યું છે,” એટલા માંટે કે યહોવાનો પવિત્રકોશ દુશ્મનો લઇ ગયા હતા.

1 રાજઓ 2:26

પછી અબ્યાથાર યાજકને રાજાએ કહ્યું, “તું તારે ઘેર અનાથોથ જતો રહે. તું મૃત્યુદંડને જ લાયક છે; પણ હું તને માંરી નાખીશ નહિ. કારણ કે તેં દેવ યહોવાનો પવિત્રકોશ માંરા પિતા દાઉદ સમક્ષ ઉચક્યો હતો અને તેમનાં બધાં કષ્ટોમાં તેં ભાગ પડાવ્યો હતો.”

ગીતશાસ્ત્ર 78:59

જ્યારે તેઓનાં કૃત્યો દેવે જોયાં દેવનો ક્રોધ પ્રબળ થયો, અને પોતાના લોકોનો ત્યાગ કર્યો.

ઝખાર્યા 8:4

સૈન્યોનો દેવ યહોવા કહે છે, “યરૂશાલેમમાં ફરીથી તેની શેરીઓમાં વૃદ્ધ પુરૂષો અને સ્ત્રીઓ ચાલશે તેઓને ચાલવા માટે લાકડીની જરૂર પડશે, કારણ કે તેઓ લાંબો સમય જીવશે.

Interlinear

Choose Theme