Home Bibles નીતિવચનો 15:13 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 15:13 · ગુજરાતી બાઇબલ

જો અંતરમાં આનંદ હોય તો ચહેરો પ્રફુલ્લિત રહે છે. પરંતુ હૃદયમાં શોક હોય તો મન ભાંગી જાય છે.

Cross references

નહેમ્યા 2:2

તેથી, રાજાએ મને સવાલ કર્યો, “તું આવો ઉદાસ શા માટે દેખાય છે? તું માંદો તો લાગતો નથી, એટલે જરૂર તારા મનમાં કોઇ ભારે ખેદ હોવો જોઇએ.”આ સાંભળી હું બહુ ગભરાઇ ગયો.

નીતિવચનો 12:25

ચિંતાઓ વ્યકિતને ગમગીન બનાવે છે, પણ પ્રોત્સાહક શબ્દો તેને ખુશ કરે છે.

નીતિવચનો 15:15

દરરોજ કોઇ વ્યકિત મુશ્કેલીમાં મૂકાય તો તે બહુ ખરાબ છે. પણ સુખી હૃદય એ સતત ચાલતી ઊજવણી છે.

નીતિવચનો 17:22

આનંદી હૈયું એ ઉત્તમ ઔષધ છે, પણ ઘાયલ થયેલું મન હાડકાંને સૂકવી નાખે છે.

નીતિવચનો 18:14

હિમ્મતવાન માણસ પોતાનું દુ:ખસહન કરી શકશે; પણ ઘાયલ મન કોણ વેઠી શકે?

યોહાન 14:1

ઈસુએ કહ્યું, “તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. દેવમાં વિશ્વાસ રાખો અને મારામાં વિશ્વાસ રાખો.

2 કરિંથીઓને 1:12

અમે આ માટે ગર્વ અનુભવીએ છીએ, અને હું હૃદયપૂર્વક આ સત્ય કહુ છું. અમે દુનિયામાં જે કઈ વસ્તુ કરી છે, તે બધી જ, દેવ પ્રેરિત, પ્રામાણિક અને શુદ્ધ હૃદયથી કરી છે. અને તમારી સાથે અમે જે વસ્તુ કરી છે તે અંગે તો આ વધુ સત્ય છે. અમે દેવની કૃપાથી જ આ કર્યુ, નહિ કે દુનિયાના ડહાપણને કારણે.

2 કરિંથીઓને 2:7

પરંતુ હવે તમારે એને માફ કરવો જોઈએ અને દિલાસો આપવો જોઈએ. આમ કરવાથી તેને વધુ પડતું દુઃખ નહિ થાય અને તે સંપૂર્ણરીતે ભાંગી નહિ પડે.

2 કરિંથીઓને 7:10

દિલગીલ થવું એટલે કે જેમ દેવ ઈચ્છે છે તેમ કોઈ એક વ્યક્તિને પસ્તાવો થાય તેના જેવું છે. આ વ્યક્તિને તારણ તરફ લઈ જાય છે, અને તે માટે અમે દિલગીર થઈ શકીએ નહિ, પરંતુ જે પ્રકારની વ્યથા દુનિયાની છે, તે મૃત્યુ લાવશે.

Interlinear

Choose Theme