Home Bibles નીતિવચનો 12:7 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 12:7 · ગુજરાતી બાઇબલ

દુષ્ટો એકવાર નાશ પામ્યા એટલે કંઇ બચતું નથી, પણ સદાચારીનું ઘર કાયમ રહે છે.

Cross references

2 શમએલ 7:16

તારું કુળ અને તારું રાજય માંરી નજર સમક્ષ કાયમ રહેશે અને તારી રાજગાદી સદાકાળ રહેશે.”

2 શમએલ 7:26

જેથી સદાકાળ તમાંરા નામનો મહિમાં થાય, અને લોકો કહેશે કે, ‘સર્વસમર્થ યહોવા દેવ, ઇસ્રાએલ પર રાજ્ય કરે છે!” આમ તમાંરી સમક્ષ તમાંરા સેવક દાઉદનું કુળ સદા સ્થિર સ્થાવર સ્થાપિત રહે.’

એસ્તેર 9:6

પાટનગર સૂસામાં યહૂદીઓએ પાંચસો માણસોને મારી નાખીને તેઓનો નાશ કર્યો.

એસ્તેર 9:14

રાજા સંમત થયા અને પાટનગર સૂસામાં હુકમ જાહેર કરવામાં આવ્યો. હામાનના દશ પુત્રોના મૃત શરીરને ફાંસી પર લટકાવવામાં આવ્યા.

અયૂબ 5:3

મેં મૂર્ખ માણસને જડ નાખતાઁ જોયો છે, પણ પછી અચાનક આફત આવી પડે છે.

અયૂબ 11:20

દુષ્ટ લોકો કદાચ મદદ માગશે, પરંતુ તેઓ તેમની મુશ્કેલીમાંથી છટકી શકશે નહિ. તેમની આશાઓ તેમને મૃત્યુ સુધી દોરી જશે.”

અયૂબ 18:15

જેઓ તેનાં નથી તેઓ તેના ઘરમાં વસશે; એના ઘર પર ગંધક છાંટવામાં આવે શે.

અયૂબ 27:18

તેણે બાંધેલા ઘર કરોળિયાના જાળાં જેવા અને ચોકીદારના છાપરા જેવા છે.

અયૂબ 34:25

તેથી દેવ જાણે છે કે લોકો શું કરે છે એજ કારણે દેવ રાતોરાત દુષ્ટ લોકોને પાયમાલ કરશે અને તેઓનો નાશ કરશે.

ગીતશાસ્ત્ર 37:10

થોડા સમયમાં દુષ્ટ લોકોનો જડમૂળથી નાશ થઇ જશે. તું તેમને શોધવાની સખત મહેનત કરીશ તોપણ તને તેમના નામોનિશાન નહિ મળે.

ગીતશાસ્ત્ર 37:35

અનુકુળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ, મેં દુષ્ટને મોટા સાર્મથ્યમાં ફેલાતો જોયો.

ગીતશાસ્ત્ર 37:36

હું ફરી ત્યાં થઇને ગયો ત્યારે તે ત્યાં નહોતો; મેં તેને શોધ્યો, પરંતુ તેનો પત્તો મળ્યો નહિ.

ગીતશાસ્ત્ર 73:18

તમે તેઓને લપસણી જગાએ મૂકો છો, અને તેઓને વિનાશમાં ફેંકી દો છો.

નીતિવચનો 10:25

વાવાઝોડું પસાર થતાં દુરાચારીનું નામ નિશાન રહેતું નથી. પણ સદાચારી માણસ હંમેશાં અડીખમ ઉભો રહે છે.

નીતિવચનો 11:21

ખાતરી રાખજો દુષ્ટને સજા થયા વગર નહિ રહે, પણ સદાચારીઓનાં સંતાનો સજામાથી છટકી જશે.

નીતિવચનો 14:1

દરેક ડાહી સ્ત્રી પોતાનું ઘર ઊભું કરે છે, પણ એક મૂર્ખ સ્ત્રી તેણીના પોતાને હાથે તેનો નાશ કરેે છે.

નીતિવચનો 14:11

દુર્જનનું ઘર બરબાદ થઇ જશે, પણ સજ્જન વ્યકિતના તંબૂ સમૃદ્ધ થશે.

નીતિવચનો 15:25

યહોવા અભિમાનીનું ઘર તોડી પાડે છે, પણ વિધવાની હદ તે કાયમ રાખશે.

નીતિવચનો 24:3

જ્ઞાન વડે ઘર બંધાય છે; બુદ્ધિથી તે સ્થિર થાય છે.

માથ્થી 7:24

“જે કોઈ વ્યક્તિ મારા વચનોને સાંભળે છે અને તે પ્રમાણે આચરણ કરે છે તે ખડક પર મકાન બાંધનાર ડાહ્યા માણસ જેવો છે.

Interlinear

Choose Theme