Home Bibles નીતિવચનો 12:6 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 12:6 · ગુજરાતી બાઇબલ

દુરાચારી લોકોની વાણી લોહિયાળ હોય છે, પણ પ્રામાણિક લોકોનું મોઢું તેમને બચાવે છે.

Cross references

2 શમએલ 17:1

અહીથોફેલે આબ્શાલોમને કહ્યું, “આજે રાત્રે મને 12,000 માંણસો પસંદ કરવા દો. હું આજે રાત્રે જ દાઉદનો પીછો કરવા નીકળી પડીશ.

એસ્તેર 4:7

અને તેણે મોર્દખાય પાસેથી તેની સાથે શું બન્યું હતું તે બધી વાત સાંભળી. હામાને યહૂદીઓનો નાશ કરવા માટે રાજ્યની તિજોરીમાં જે નાણાં આપવાનું વચન આપ્યું હતું તેનો ચોક્કસ આંકડો પણ મોર્દખાયે તેને કહ્યો.

એસ્તેર 7:4

મને અને મારા લોકોને, મારી નાખવા માટે અમારું અસ્તિત્વ મિટાવી દેવા માટે, વેચી દેવામાં આવ્યાં છે, જો અમને ફકત ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યાં હોત તો મેં કંઇ પણ માંગ્યુું ન હોત, કારણ, તેથી અમારી દશા એટલી ખરાબ ન થઇ હોત કે જેને માટે મારે આપ નામદારને તસ્દી આપવી પડે.”

નીતિવચનો 1:11

જો તેઓ તને કહે કે “અમારી સાથે ચાલ, કોઇની હત્યા કરવા માટે આપણે સંતાઇ રહીએ; અને જે નિદોર્ષ છે તેને ફસાવવા છુપાઇ રહીએ.

નીતિવચનો 14:3

મૂર્ખના મોઢામાં અભિમાનનો દંડો છે, પણ જ્ઞાની વ્યકિતની વાણી રક્ષણ કરે છે.

યશાયા 59:7

દુષ્ટ કૃત્યો કરવા તેમના પગ દોડી જાય છે, ને નિદોર્ષનું લોહી રેડવા તેઓ ઉતાવળા થાય છે, તેઓ હંમેશા કાવાદાવાના જ વિચાર કરતા હોય છે, અને પોતાની પાછળ વિનાશ અને પાયમાલી મુકતા જાય છે,

ચર્મિયા 5:26

મારા લોકોમાં દુષ્ટ માણસો છે, અને પારધીઓ જેમ ગુપ્ત રહીને શિકાર કરવાનો લાગ શોધે છે, તેમ તેઓ મનુષ્યને પકડવા માટે ફાંદો માંડે છે.

મીખાહ 7:1

હું કેટલો ઉદાસ છું! કારણકે હું એવો વ્યકિત થઇ ગયો છું જેને ઉનાળુ કાપણી પછી અને દ્રાક્ષ ભેગી કરવાની ઋતુ પછી ખાવા માટે દ્રાક્ષ મળતી નથી અથવા તો જેના માટે તીવ્ર ઇચ્છા રાખી હતી તે પહેલું ફળ મળતું નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 23:12

બીજી સવારે કેટલાએક યહૂદિઓએ એક યોજના ઘડી. તેઓની ઈચ્છા પાઉલને મારી નાખવાની હતી. યહૂદિઓએ તેમની જાતે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી તેઓ પાઉલને મારી નહિ નાખે ત્યાં સુધી તેઓ કંઈ પણ ખાશે કે પીશે નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 23:15

તેથી અમે તમારી પાસે જે કરાવવા ઈચ્છીએ છીએ તે આ છે. “તમારા તરફથી સરદારને તથા બધા યહૂદિ આગેવાનો તરફથી સંદેશો મોકલો. સરદારને કહો કે તમારી ઈચ્છા પ્રમાણે પાઉલને તમારી આગળ રજૂ કરે. સરદારને કહો કે તમારી ઈચ્છા પાઉલને વધારે પ્રશ્રો પૂછવાની છે. જ્યારે તે અહીં રસ્તા પર હશે, ત્યારે અમે પાઉલને મારી નાખવાની રાહ જોઈશું.”

પ્રેરિતોનાં ક્રત્યો 25:3

તેઓએ ફેસ્તુસને તેઓના માટે કંઈક કરવા કહ્યું. તે યહૂદિઓ ઇચ્છતા હતા કે ફેસ્તુસ પાઉલને પાછો યરૂશાલેમ મોકલે. તેઓ પાસે પાઉલને રસ્તામાં જ મારી નાખવાની યોજના હતી.

Interlinear

Choose Theme