Home Bibles નીતિવચનો 11:3 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 11:3 · ગુજરાતી બાઇબલ

પ્રામાણિક માણસની વિશ્વસનીયતા તેને દોરેે છે, પણ ધોખેબાજની વક્રતા તેના દુષ્ટ ઇરાદાને છુપાવે છે.

Cross references

ગણના 31:8

યુદ્ધમાં માંર્યા ગયેલા માંણસોમાં મિદ્યાની રાજાઓ અવી, રેકેમ, સૂર, હૂર અને રેબા હતા. ઉપરાંત બયોરના પુત્ર બલામને પણ માંરી નાખ્યો હતો.

ગીતશાસ્ત્ર 25:21

મારા પ્રામાણિપણું તથા ન્યાયીપણાના, તમે રક્ષક બનો. કારણ, રક્ષણ માટે હું તમારી આશા રાખું છું.

ગીતશાસ્ત્ર 26:1

હે યહોવા, મારો ન્યાય કરો, હું સદા પ્રામાણિકપણે વત્ર્યો છું. મારો યહોવા પરનો વિશ્વાસ કદાપિ ડગ્યો નથી. મારી વિરુદ્ધના લોકોની સામે મને સર્વ આક્ષેપોમાંથી નિદોર્ષ જાહેર કરો.

નીતિવચનો 11:5

પ્રામાણિક માણસની નીતિમત્તા તેનો માર્ગ સાફ કરે છે, પણ ખરાબ વ્યકિતની દુષ્ટતા જ તેને પાયમાલ કરે છે.

નીતિવચનો 13:6

સદાચાર ભલા માણસોનું રક્ષણ કરે છે; પણ દુરાચાર પાપીઓને પછાડી નાખે છે,

નીતિવચનો 19:3

વ્યકિત પોતાની મૂર્ખાઇથી પાયમાલ થાય છે અને પછી યહોવાને દોષ દે છે.

નીતિવચનો 21:7

દુષ્ટ લોકોનો અત્યાચાર તેને ઘસડી જાય છે, કારણકે, તેઓ ન્યાયને માગેર્ ચાલવાનો ઇન્કાર કરે છે.

નીતિવચનો 28:18

જે પ્રામાણિકતાથી ચાલે છે તે સુરક્ષિત છે, જે પોતાના માગેર્થી ફંટાય છે. તેની અચાનક પડતી થશે.

સભાશિક્ષક 7:17

અતિશય દુષ્ટ ન થાઓ તેમજ મૂર્ખ પણ ન થાઓ! શા માટે અકાળે મોત નોતરવું?

યશાયા 1:28

પણ ગુનેગારો અને પાપીઓનો એક સાથે નાશ કરવામાં આવશે. અને જેઓ યહોવાનો ત્યાગ કરશે તેઓ હતા ન હતા થઇ જશે.

યોહાન 7:17

જો કોઈ માણસ દેવ જે ઈચ્છે છે તે કરવા ઈચ્છે તો પછી તે વ્યક્તિ જાણશે કે મારો બોધ દેવ પાસેથી આવે છે. અથવા

Interlinear

Choose Theme