જો ચોરો તારી પાસે આવ્યા હોત તો ઘણું સારું થાત. ધાડપાડુઓ રાતે આવ્યા હોત તો વધારે સારું થાત. તેઓએ ફકત તેઓને સંતોષ થાય ત્યાં જ સુધી લીધું હોત. જો દ્રાક્ષ વહેરવા વાળાઓ તારી પાસે આવ્યાં હોત. તેઓએ તારા માટે વેરણ છોડી રાખ્યું હોત, પણ તારો સંપૂર્ણ નાશ થશે.
Cross references
એ જ રીતે જયારે તમે દ્રાક્ષની વાડીમાંથી પાક ઉતારો ત્યારે દ્રાક્ષ બીજી વાર વીણો નહિ. જે કંઈ રહી જાય તે વિદેશીઓ, વિધવાઓ અને અનાથો માંટે રહેવા દો.
“ઓ ઇસ્રાએલ, તારા પર્વતો ઉપર તેં તારા બળવાન સૈનિકો ગુમાંવ્યા. અરે! તે શૂરવીરો કેવા માંર્યા ગયા!
હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે! બીજી પ્રજાઓનો નાશ કરનાર, તને કાપી નાખીને ભોંયભેગો કરવામાં આવ્યો છે.
ફકત રડ્યાં ખડ્યાં થોડાં ડૂંડા ત્યાં વેરાયેલા પડ્યાં હશે. જેમ કોઇ જૈતૂનના ઝાડને હલાવ્યા પછી છેક ઉપરની ડાળી પર બે ત્રણ ફળ રહે, અથવા ગાઢા પાંદડાવાળી ડાળીએ ચારપાંચ જૈતૂન રહે, તેવું ઇસ્રાએલનું થશે” એમ સૈન્યોના દેવ યહોવાએ કહ્યું હતું.
પૃથ્વી પરના લોકો, જાણે જૈતુન વૃક્ષને ઝૂંડી નાખ્યા હોય તેવા. અથવા દ્રાક્ષ ચૂંટી લીધા પછી દેખાતા દ્રાક્ષવેલા જેવા લાગે છે.
સૈન્યોના દેવ યહોવાએ મને કહ્યું, “તમારા પર એક પછી એક આફત આવી પડશે અને ઇસ્રાએલમાં જે થોડાં બાકી રહેલા હશે તેઓને શોધીને લઇ જવામાં આવશે. દ્રાક્ષા તોડનાર વેલા પર ચંૂટાયા વગર રહી ગયેલી દ્રાક્ષાઓને એકત્ર કરવા ફરીથી વેલાને તપાસી જુએ છે, તેમ બચાવી લીધેલા મારા થોડા લોકોને તું જરૂર જોતો હોઇશ.”
જ્યારે દ્રાક્ષ ઉતારનાર આવે છે ત્યારે તેઓ થોડી દ્રાક્ષ વેલ પર રહેવા દે છે, રાતે ચોર આવે છે તો તે જોઇએ એટલું જ લઇ જાય છે.
બાબિલને હથોડા સમાન બનીને જગતના દેશોના ભૂક્કા બોલાવી દીધા હતા. હવે તે હથોડો ભાંગી ગયો છે. બાબિલની તારાજી જોઇને લોકો આંચકો અનૂભવે છે.
એ શહેર કેવું એકલવાયું પડી રહ્યું છે! જે એક વાર લોકોથી ધમધમતું હતું, દેશવિદેશમાં મહાન ગણાતું હતુ, તે શા માટે વિધવા જેવું થઇ ગયુ? જે શહેરોની મહારાણી જેવું હતું, તે બીજી પ્રજાઓનું ગુલામ કેમ થઇ ગયુ?
હું કેટલો ઉદાસ છું! કારણકે હું એવો વ્યકિત થઇ ગયો છું જેને ઉનાળુ કાપણી પછી અને દ્રાક્ષ ભેગી કરવાની ઋતુ પછી ખાવા માટે દ્રાક્ષ મળતી નથી અથવા તો જેના માટે તીવ્ર ઇચ્છા રાખી હતી તે પહેલું ફળ મળતું નથી.
સમૃદ્ધ ગણાતું અને સુરક્ષિત નગર પોતાના માટે ગર્વથી કહેતું હતું, “મારા જેવું મહાનગર બીજું એક પણ નથી.” હવે તે નગરની સામે જુઓ, તે કેવું વેરાન થઇ ગયું છે! વળી તે પશુઓના રહેવાનું સ્થાન થઇ ગયું છે! તેની પાસે થઇને જનાર દરેક માણસ મશ્કરી કરશે, અને પોતાની મુઠ્ઠી હલાવશે.
તેની વેદનાના ભયથી તે રાજાઓ દૂર ઊભા રહેશે. તે રાજાઓ કહેશે કે:‘અરેરે! ભયંકર! કેવું ભયંકર, મહાન બાબિલોન નગર, બાબિલોનનું બળવાન નગર! તારી શિક્ષા એક કલાકમાં થઈ!’