Home Bibles ☰ Books 2 શમએલ 1:19 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 1:19 · ગુજરાતી બાઇબલ

“ઓ ઇસ્રાએલ, તારા પર્વતો ઉપર તેં તારા બળવાન સૈનિકો ગુમાંવ્યા. અરે! તે શૂરવીરો કેવા માંર્યા ગયા!

Cross references

પુનર્નિયમ 4:7

“આપણે જેમ આપણા દેવ યહોવાને જયારે પોકારીએ છીએ ત્યારે તે આપણી સાથે જ હોય છે. એવો દેવ સાથેનો નિકટનો સંબંધ બીજી કંઈ મોટી કે નાની પ્રજાને છે?

1 શમુએલ 31:8

બીજે દિવસે પલિસ્તીઓ, મૃતદેહો પરથી વસ્રાદિ અલંકારો લૂંટી લેવા આવ્યા, ત્યારે તેમણે શાઉલને અને તેના ત્રણ પુત્રોને ગિલ્બોઆના ડુંગર પર મરેલા પડેલા જોયા.

2 શમએલ 1:23

શાઉલ તથા યોનાથાન એક બીજાને ચાહતા હતા, ને એક બીજાના સાહચર્યમાં આનંદ માંણતા હતા. જીવનમાં અને મૃત્યુમાં તેઓ કદી વિખૂટા પડયા નહોતા; તેઓ ગરુડ કરતાં વેગવાન અને સિંહો કરતાં બળવાન હતા.

2 શમએલ 1:25

યુદ્ધભૂમિમાં શૂરવીરો કેવા વીરગતિને પામ્યા! હે યોનાથાન, તું ગિલ્બોઆ પર્વત પર મૃત્યુ પામ્યો .

2 શમએલ 1:27

યુદ્ધ ભૂમિમાં શુરવીરો વીરગતિને પામ્યા! ને યુદ્ધનાં શસ્ત્રો વ્યર્થ ગયાં!”

યશાયા 4:2

તે દિવસે યહોવા ઇસ્રાએલનાઁ વૃક્ષો અને ખેતરોને સુંદર અને મબલખ પાકથી ભરી દેશે. અને જમીનની પેદાશ ઇસ્રાએલના બચી ગયેલા માણસો માટે અભિમાન અને ગૌરવનો વિષય બની રહેશે.

યશાયા 53:2

તે યહોવાની આગળ છોડની જેમ ઊગી નીકળ્યો. એનામાં નહોતું રૂપ કે નહોતી આંખોને આકર્ષતી સુંદરતા કે નહોતી મનમોહક આકૃતિ.

યર્મિયાનો વિલાપ 2:1

યહોવાએ ક્રોધે ભરાઇને સિયોન પર અંધકાર ફેલાવ્યો છે; તેણે આકાશમાંથી દુનિયા પર ઇસ્ત્રાએલના આકર્ષક ગૌરવને ટપકાવ્યો છે. જ્યારે તે ક્રોધે ભરાયો હતો ત્યારે તેના પાયાસનને પણ ભૂલી ગયો.

યર્મિયાનો વિલાપ 5:16

અમારે માથેથી મુગટ પડી ગયો છે, દુર્ભાગ્ય અમારૂ! કારણકે અમે પાપ કર્યા છે.

ઝખાર્યા 11:7

ઘેટાંના વેપારીઓએ મને મજૂરીએ રાખ્યો. વધ થનારા ઘેટાઁઓના ટોળાને હું ચરાવવા લાગ્યો. મેં બે લાકડી લીધી. એકનું નામ મેં ‘કૃપા’ પાડ્યું અને બીજીનું નામ ‘એકતા’ પાડ્યું, અને ઘેટાંઓના ટોળાને ચરાવવાનું શરૂ કર્યું.

ઝખાર્યા 11:10

પછી મેં મારી ‘કૃપા’ નામની લાકડી લઇને તેના બે ટુકડા કર્યા. અને બધી પ્રજાઓ સાથે જે કરાર કર્યો હતો તે તોડી નાખ્યો.

Interlinear

Choose Theme