Home Bibles ☰ Books ગણના 36:13 · ગુજરાતી બાઇબલ
ગણના 36:13 · ગુજરાતી બાઇબલ

યર્દન નદીને કાંઠે મોઆબના મેદાનમાં યરીખો સામે યહોવાએ મૂસા માંરફતે ઇસ્રાએલીઓ માંટે જણાવેલા કાનૂનો અને નિયમો ઉપર પ્રમાંણે હતા. 

Cross references

લેવીય 7:37

દહનાર્પણ, ખાદ્યાર્પણ, પાપાથાર્પણ અને દોષાર્થાર્પણ અને શાંત્યાર્પણને લગતા નિયમો આ પ્રમાંણે છે.

લેવીય 11:46

એટલે પશુઓ, પક્ષીઓ, જળચર પ્રાણીઓ અને જમીન પર પેટઘસીને ચાલનારા જીવોને લગતો નિયમ આ મુજબ છે.

લેવીય 13:59

ઊનના કે શણનાં વસ્ત્રો પર તાણાવાણામાંના વાણામાંના કે ચામડાની કોઈ પણ વસ્તુ ઉપર ફૂંગનો ડાઘ પડયો હોય તો તેને માંટે આ નિયમ છે, એને અનુસરીને વસ્તુને શુદ્ધ કે અશુદ્ધ જાહેર કરવી, વળી ક્યારે જાહેર કરવી અને કયારે નહિ, તે આ નિયમને આધારે નક્કી કરવું.

લેવીય 14:54

બધી જ જાતના કોઢ માંટે સોજા-ચાંદાં-ગૂમડાં માંટે, કપડાંને તેમજ ઘરમાં લાગેલા કોઢના રોગ માંટે આ નિયમો છે:

લેવીય 15:32

જે કોઈ પુરુષને સ્રાવ હોય તો તે અશુદ્ધ છે. સ્રાવ અથવા વીર્યપાત તે પુરુષને અશુદ્ધ કરે છે.

લેવીય 26:46

યહોવાએ સિનાઈ પર્વત પર મૂસા માંરફતે ઇસ્રાએલીઓને આપેલા કાનૂનો, નિયમો અને ઉપદેશો ઉપર પ્રમાંણે છે.

લેવીય 27:34

મૂસાને યહોવાએ ઇસ્રાએલી લોકો માંટે સિનાઈ પર્વત પર આ આજ્ઞાઓ આપી હતી. 

ગણના 22:1

પછી ઇસ્રાએલી લોકો આગળ યાત્રા કરીને મોઆબના મેદાનમાં યર્દન નદીને પૂર્વકાંઠે યરીખોની સામે આવ્યા અને ત્યાં પડાવ નાખ્યો.

ગણના 26:3

તેથી યર્દન નદીને કિનારે યરીખો સામે, મોઆબના મેદાનમાં મૂસાએ અને યાજક એલઆઝારે ઇસ્રાએલના આગેવાનોને જણાવ્યું,

ગણના 33:50

ત્યાં મોઆબના મેદાનોમાં યર્દનને કિનારે યરીખોની સામે યહોવાએ મૂસાને કહ્યું,

ગણના 35:1

મોઆબના મેદાનમાં યરીખો નજીક યર્દનને કાંઠે યહોવાએ મૂસાને કહ્યું,

Interlinear

Choose Theme