Home Bibles ☰ Books લેવીય 27:34 · ગુજરાતી બાઇબલ
લેવીય 27:34 · ગુજરાતી બાઇબલ

મૂસાને યહોવાએ ઇસ્રાએલી લોકો માંટે સિનાઈ પર્વત પર આ આજ્ઞાઓ આપી હતી. 

Cross references

લેવીય 26:46

યહોવાએ સિનાઈ પર્વત પર મૂસા માંરફતે ઇસ્રાએલીઓને આપેલા કાનૂનો, નિયમો અને ઉપદેશો ઉપર પ્રમાંણે છે.

ગણના 1:1

ઇસ્રાએલીઓ મિસર દેશમાંથી નીકળી ગયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાએ મૂસાને કહ્યું,

ગણના 3:1

સિનાઈ પર્વત પર યહોવાએ મૂસા સાથે વાત કરી ત્યારે હારુન અને મૂસાના વંશાવળી આ પ્રમાંણે હતી:

ગણના 28:6

તેઓએ સિનાઈ પર્વત પર દૈનિક અર્પણો આપવાનું શરૂ કર્યું, આ અર્પણો આગથી બનાવેલા હતા, તેની સુગંધ યહોવાને પ્રસન્ન કરે છે.

ગણના 36:13

યર્દન નદીને કાંઠે મોઆબના મેદાનમાં યરીખો સામે યહોવાએ મૂસા માંરફતે ઇસ્રાએલીઓ માંટે જણાવેલા કાનૂનો અને નિયમો ઉપર પ્રમાંણે હતા. 

પુનર્નિયમ 1:3

ઇસ્રાએલી લોકોએ મિસર છોડયા પછી ચાળીસમાં વષેના અગિયારમાં મહિનાના પ્રથમ દિવસે મૂસાએ, યહોવાની આજ્ઞા મુજબ આ વચનો તે લોકોને કહી સંભળાવ્યાં.

પુનર્નિયમ 4:5

“યહોવા માંરા દેવે મને આજ્ઞા કરી તે મુજબ મેં તમને કાનૂનો અને નિયમો શીખવ્યા છે, જયારે તમે તે પ્રદેશમાં પ્રવેશ કરો અને તેનો કબજો લો, ત્યારે તમાંરે સૌએ એ કાનૂનો અને નિયમોનું પાલન કરવું.

પુનર્નિયમ 4:45

તેઓ મિસરમાંથી નીકળ્યા ત્યારે મૂસાએ તે લોકોને આ નિયમો આપ્યા હતા.

યોહાન 1:17

મૂસા મારફતે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું. પરંતુ કૃપા અને સત્યતા ઈસુ ખ્રિસ્ત મારફતે આવ્યાં.

ગલાતીઓને પત્ર 4:24

આ સાચી વાર્તા આપણે માટે એક ચિત્ર ઊભું કરે છે. બે સ્ત્રી, દેવ અને માણસ વચ્ચેના બે કરાર જેવી છે. એક કરાર જે દેવે સિનાઈ પર્વતપર સર્જયો. જે લોકો આ કરાર નીચે છે તેઓ ગુલામ જેવા છે. મા કે જેનું નામ હાગાર હતું તે આ કરાર જેવી છે.

હિબ્રૂઓને પત્ર 12:18

તમે કોઈક નવી જગ્યા પર આવ્યા છો. ઇસ્ત્રાએલના લોકો પર્વતો પાસે આવ્યા હોય તેવી આ જગ્યા નથી. તમે એવા પર્વત પર નથી આવ્યા કે જે અગ્નિની જ્વાળાથી સળગતો છે જેને તમે અડકી ન શકો. તમે ઘમઘોર અંધકાર, આકાશ અને તોફાન હોય તેવી જગ્યાએ નથી આવ્યા.

Interlinear

Choose Theme