ગણના 33:8 · ગુજરાતી બાઇબલ
પછી પી-હાહીરોથથી નીકળી રાતા સમુદ્રમાં થઈને તેઓ રણમાં પહોંચ્યા. પછી એથામના રણમાં ત્રણ દિવસનો રસ્તો કાપીને તેઓએ માંરાહમાં મુકામ કર્યો,
Cross references
નિર્ગમન 14:21
મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર ઉપર લંબાવ્યો, એટલે યહોવાએ આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ સૂકી જમીન બનાવી હતી.
નિર્ગમન 15:22
પછી મૂસા ઇસ્રાએલના લોકોને રાતા સમુદ્રથી આગળ લઈ ગયો. અને તેઓ ત્યાંથી નીકળીને શૂરના અરણ્યમાં ગયા; તેઓ ત્રણ દિવસ અરણ્યમાં ચાલ્યા. છતાં પાણી ન મળ્યાં.
નિર્ગમન 15:23
પછી તેઓ ‘માંરાહ’ નામની જગ્યાએ આવી પહોંચ્યા પણ ત્યાંના પાણી પણ ના પી શક્યા, કારણ કે તે કડવા હતા. એને લીધે આ જગ્યાનું નામ ‘માંરાહ’ પડયું.