Home Bibles ☰ Books ગણના 32:16 · ગુજરાતી બાઇબલ
ગણના 32:16 · ગુજરાતી બાઇબલ

તેથી તેમણે મૂસાની પાસે જઈને કહ્યું, “અમે અહીં અમાંરાં ઘેટાંબકરાં માંટે વાડા બાંધીશું અને અમાંરાં સ્ત્રી બાળકો માંટે કિલ્લેબંધી નગરો બાંધીશું;

Cross references

ઊત્પત્તિ 33:17

પરંતુ યાકૂબ મજલ કાપતો કાપતો સુક્કોથ પહોચ્યો. ત્યાં તેણે તેને માંટે એક ઘર બનાવ્યું અને પોતાનાં ઢોરો માંટે નાનાં નાનાં (માંડવા) તબેલા બનાવ્યા, તેથી તે જગ્યાનું નામ ‘સુક્કોથ’ રાખવામાં આવ્યું.

ગણના 34:22

દાનના કુળસમૂહમાંથી યોગ્લીનો પુત્ર બુક્કી,

પુનર્નિયમ 3:19

મેં તેઓને એ પણ કહ્યું હતું કે, “મેં તમને જે નગરો આપ્યા છે તેમાં તમાંરી સ્ત્રીઓ અને બાળકો તથા પશુઓ પાછળ જ રહે. મને ખબર છે તમાંરી પાસે ઘણા ઢોર છે અને સ્ત્રીઓ તેની સંભાળ રાખે.

પુનર્નિયમ 33:21

તેણે પોતાના માંટે ઉત્તમમાં ઉત્તમ પ્રદેશ કર્યો હતો. કારણ કે, તેને આગેવાન તરીકેનો ભાગ ફાળવવામાં આવ્યો હતો. તેણે લોકોને નેતૃત્વ પૂરૂં પાડયું, કારણ કે, ઇસ્રાએલ માંટેની યહોવાની આજ્ઞાઓ અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો.”

Interlinear

Choose Theme