તેણે પોતાના માંટે ઉત્તમમાં ઉત્તમ પ્રદેશ કર્યો હતો. કારણ કે, તેને આગેવાન તરીકેનો ભાગ ફાળવવામાં આવ્યો હતો. તેણે લોકોને નેતૃત્વ પૂરૂં પાડયું, કારણ કે, ઇસ્રાએલ માંટેની યહોવાની આજ્ઞાઓ અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો.”
Cross references
ઇસ્રાએલી પ્રજા યાઝેર અને ગિલયાદના પ્રદેશમાં આવી, રૂબેન અને ગાદના કુળસમૂહો પાસે ઘેટાનાં મોટાં મોટાં ઘણ હતા. તેમણે જોયું કે આ પ્રદેશ ઢોરઢાંખરના ઉછેર માંટે ઉત્તમ અને અનુકુળ છે.
તેથી તેમણે મૂસાની પાસે જઈને કહ્યું, “અમે અહીં અમાંરાં ઘેટાંબકરાં માંટે વાડા બાંધીશું અને અમાંરાં સ્ત્રી બાળકો માંટે કિલ્લેબંધી નગરો બાંધીશું;
તમાંરી પત્નીઓ અને બાળકો તે દેશમાં રહી શકે છે કે જે યર્દન નદીની પૂર્વે છે જે દેવે તમને આપી દીધી છે. પણ તમાંરા સૈનિકોએ તેઓની ભૂમિના બીજા ભાગો ધરાવતી વખતે તેમની સાથે યર્દન નદી પાર કરી અને તેઓની સાથે લડાઈ કરવા તેઓના ઇસ્રાએલી ભાઈઓને મદદ કરવી.
મૂસાએ જણાવ્યું હતું તે મુજબ રૂબેન, ગાદ અને મનાશ્શાના અર્ધકુળસમૂહની ટુકડીઓ સંપૂર્ણ શસ્ત્રસજજ થઈને ઇસ્રાએલી પ્રજાની આગળ નદી ઓળંગી ગઈ.
પછી યહોશુઆએ રૂબેન, ગાદ અને મનાશ્શાના અર્ધા કુળસમૂહના લોકોને બોલાવ્યા,
“યહોવાની સ્તુતિ કરો, ગુણગાન ગાઓ! કારણ કે ઈસ્રાએલના યોદ્ધાઓ તૈયાર હતાં અને એક સક્ષમ નેતા દ્વારા દોરાઈ જવા માંટે આગળ આવ્યાં.
ઓ જળાશયો આગળ એકત્ર થઈને આનંદના પોકારો કરતાં લોકો યહોવાનાં વિજયગીત ગાય છે. યહોવાએ ઈસ્રાએલના ખેડૂતોના સૈન્ય વડે મહા ઉદ્ધાર કર્યો છે. યહોવાના લોકોએ દરવાજાઓમાં થઈને કૂચ કરી.