લેવી કુળસમૂહની વસ્તી ગણતરીમાં એક મહિનો અને તેનાથી વધારે ઉમરના પુરુષોની કુળ સંખ્યા 23,000 થઈ. એમની નોંધણી બીજા ઇસ્રાએલીઓ ભેગી કરવામાં ન્યોતી અવી, કારણ કે એમને જમીન મળી ન્હોતી.
Cross references
પણ બાકીના કુળસમૂહોની સાથે લેવીઓની કુટુંબવાર નોંધણી કરવામાં આવી નહોતી, કારણ,
“લશ્કરમાં જોડાઈ શકે તેવા લાયક પુરુષોની તમે ગણતરી કરો ત્યારે લેવીના કુળસમૂહની સંખ્યા નોંધવાની નથી.
યહોવાની આજ્ઞા અનુસાર મૂસાએ અને હારુને કુટુંબવાર ગણેલા એક મહિનાના અને તેની ઉપરની ઉમરના લેવી પુરુષોની સંખ્યા કુલ 22,000 હતી.
આ બધાં કામો તેમણે હારુન અને તેના પુત્રોની આજ્ઞા મુજબ ગેર્શોનીઓએ કરવાનાં છે. અને ભાર ઊચકવાનું પવિત્રમંડપની કે સેવાનું જે કામ સોંપે તે તેઓએ કરવાનું છે.
તેઓની કુલ સંખ્યા 8,580 થઈ.
યહોવાએ હારુનને કહ્યું, “તમને યાજકોને બીજા ઇસ્રાએલીઓની જેમ તમાંરી પોતાની ભૂમિ કે ભૂમિમાં ભાગ હોય નહિ. કારણ કે હું જ ઇસ્રાએલીઓ મધ્યે તમાંરો હિસ્સો અને તમાંરો વારસો છું.
મુલાકાત મંડપની સેવા ફકત લેવીઓએ જ કરવી અને તેની બધી જ જવાબદારી ઉઠાવવી. આ કાયમી કાનૂન છે અને જ તમાંરા વંશજોને પણ બંધનકર્તા છે.
લોકોએ તેમની પાસે જે કાઈ હોય તેનો દશમો ભાગ યહોવાને અર્પણ કરવા. તે અર્પણો લેવીઓના છે. તે હું તેમને તેમના વારસા તરીકે આપુ છું; તેથી જ મેં આ શબ્દો લેવીઓ વિષે કહ્યાં હતાં, તેઓને બીજા ઇસ્રાએલીઓની જેમ જમીન જાગીર મળે નહિ.”
“તું ઇસ્રાએલીઓને આજ્ઞા કર કે, તેઓ લેવીઓને તેઓના વારસા તરીકે કેટલાંક નગરો અને આસપાસની ગૌચર જમીન આપે.
તેથી લેવીના વંશજોને જમીનનો કોઇ ભાગ આપવામાં આવ્યો નહિ; જેમ બીજા કુળસમૂહોને આપવામાં આવતો. તમાંરા દેવ યહોવાએ તેમને કહ્યું હતું તે મુજબ, યહોવા પોતે જ તેઓનો ભાગ છે.)
તમાંરા વિસ્તારમાં વસતા લેવીઓને તમાંરે કદી ભૂલવા જોઈએ નહિ. કારણ કે, તેમને ભૂમિનો કોઈ પણ ભાગ મળેલો નથી.
“યાદ રાખજો, યાજકો તથા લેવી કુળસમૂહના અન્ય સર્વ સભ્યોને ઇસ્રાએલમાં કોઈ પ્રદેશ ફાળવવામાં નહિ આવે, તેઓ યહોવાને ચઢાવેલાં યજ્ઞ અને બીજા બલિદાન ઉપર ગુજરાન ચલાવે.
ફક્ત લેવી કુળસમૂહને કોઈ પણ ભૂમિ મળી ન હતી. તેઓનો ભાગ ફક્ત ઇસ્રાએલના દેવ યહોવાને અર્પાતા દહનાર્પણો માંથી જ મળતો હતો જેમ યહોવાએ તેમને વચન આપ્યું હતું.
પરંતુ મૂસાએ લેવીના કુળસમૂહને કોઈ ભૂમિ આપી ન હતી. યહોવાએ પોતે જ તેમનો ભાગ થવાનું વચન તેમને આપ્યું હતુ. ઇસ્રાએલનો દેવ યહોવા એ જ તમાંરો ભાગ છે વતન વારસો છે, તમાંરી સર્વ જરૂરિયાતોનો સ્ત્રોત માંત્ર છે; અને તેથી યહોવા જ તેઓની પ્રત્યેક જરૂરિયાતની કાળજી રાખશે.
મૂસાએ યર્દન નદીની પૂર્વે. રૂબેનના કુળસમૂહો, ગાદ અને મનાશ્શાના અડધાકુળને ભૂમિ આપી દીધી હતી. પણ તેણે લેવીકુળ સમૂહોને કોઈ પ્રદેશ આપ્યો નહોતો.