મૂસાએ યર્દન નદીની પૂર્વે. રૂબેનના કુળસમૂહો, ગાદ અને મનાશ્શાના અડધાકુળને ભૂમિ આપી દીધી હતી. પણ તેણે લેવીકુળ સમૂહોને કોઈ પ્રદેશ આપ્યો નહોતો.
Cross references
“જો ગાદના અને રૂબેનના વંશજો હથિયાર ધારણ કરીને તમાંરી સાથે યહોવા સમક્ષ લડવાને યર્દન ઓળંગીને આવે, અને જો તે પ્રદેશ તમાંરા તાબામાં આવી જાય તો તમાંરે તેમને ગિલયાદનો પ્રદેશ તેમાં ભાગ તરીકે આપવો.
“આપણે જે ભૂમિ કબજે કરી હતી, તે મેં રૂબેન અને ગાદના વંશજોને આપી: અરોએરનો આનોર્ન નદીના કાંઠા પરનો પ્રદેશ તથા ગિલયાદના પર્વતીય પ્રદેશનો અડધો ભાગ તેના નગરો સહિત.
યહોવાના સેવક મૂસાએ રાજાઓને ઇસ્રાએલીઓની મદદથી હરાવ્યા, અને તેમની ભૂમિ પ્રદેશ રૂબેન, ગાદના કુળસમૂહો અને મનાશ્શાના અડધા કુળસમૂહને મૂસા દ્વારા આપવામાં આવી હતી.
રૂબેન અને ગાદના કુળસમૂહો અને મનાશ્શા કુળના બાકીના અડધાને યર્દન નદીને પૂર્વની જમીન મળી જે દેવના સેવક મૂસાએ તેમને આપી હતી.
ફક્ત લેવી કુળસમૂહને કોઈ પણ ભૂમિ મળી ન હતી. તેઓનો ભાગ ફક્ત ઇસ્રાએલના દેવ યહોવાને અર્પાતા દહનાર્પણો માંથી જ મળતો હતો જેમ યહોવાએ તેમને વચન આપ્યું હતું.
તેઓને પ્રાપ્ત થયેલો અરોએરનો પ્રદેશ જે અર્નોની ખાડીની ધારે આવેલો છે, અને નગર જે ખીણની મધ્યમાં આવેલું છે, અને મેદબાનો સમગ્ર સપાટ પ્રદેશ.
અને હેશ્બોનની સપાટ ભૂમિ અને તેના બધા નગરો, દીબોન, બામોથ-બઆલ, બેથ-બઆલમેઓન,
તેમજ મૂસાએ તેઓને યર્દન નદી પાર, યરીખો પૂર્વે, મોઆબનો સપાટ પ્રદેશ આપ્યો હતો.