Home Bibles ☰ Books ગણના 23:26 · ગુજરાતી બાઇબલ
ગણના 23:26 · ગુજરાતી બાઇબલ

બલામે જવાબ આપ્યો, “મેં તમને કહ્યું નહીનું કે માંરે તો યહોવા મને જે કહે તે જ બોલવાનું છે.”

Cross references

ગણના 22:18

બલામે બાલાકના માંણસોને જવાબ આપ્યો, “જો તે મને તેના મહેલમાંનું તમાંમ સોનું અને ચાંદી આપે તોયે હું નાની કે મોટી કોઈ પણ બાબતમાં માંરા દેવ યહોવાની આજ્ઞા વિરુદ્ધ કંઈ કરી શકું તેમ નથી.

ગણના 22:38

એટલે બલામે બાલાકને કહ્યું, “હું અહીં આવ્યો છું તે તું જુએ છે, શું તું એમ માંને છે કે હું ધારું તે કરી શકું છું? હું તો દેવ મને જે બોલાવે છે તે જ બોલું છું.”

ગણના 23:3

બલામે પછી રાજાને કહ્યું, “તું તારી વેદી પાસે ઊભો રહે. હું એકલો જાઉ છું. કદાચ યહોવા મને મળે પણ ખરા. એ મને જે કહેશે તે હું તને જણાવીશ.” અને પછી તે એક ખુલ્લી ટેકરી પર ગયો.

ગણના 23:12

પરંતુ બલામે પ્રત્યુત્તર આપ્યો, “માંરે તો યહોવા બોલાવે તે જ બોલવાનું હોય છે.”

ગણના 23:17

આથી રાજા અને મોઆબના સર્વ સરદારો તેઓની આહુતિ પાસે ઊભા હતા ત્યાં બલામ બાલાક પાસે પાછો ગયો. રાજા બાલાકે આતુરતાથી પૂછયું: “યહોવાએ તને શું કહ્યું છે?”

ગણના 24:12

બલામે પ્રત્યુત્તર આપ્યો, “મેં તો તેં મોકલેલા માંણસોને કહ્યું હતું કે,

1 રાજઓ 22:14

પરંતુ મીખાયાએ કહ્યું, “યહોવાના સમ હું તો યહોવા કહેશે તે જ પ્રમાંણે કરીશ.”

2 કાળવ્રત્તાંત 18:13

પણ મીખાયાએ કહ્યું, “યહોવાના સોગંદ, હું તો મારા દેવ જે કહેશે તે જ ભાખીશ.”

પ્રેરિતોનાં ક્રત્યો 4:19

પણ પિતર અને યોહાને તેઓને જવાબ આપ્યો, “તમારી દ્દષ્ટિએ શું યોગ્ય છે? દેવ શું ઈચ્છે છે? અમારે દેવને કે તમને તાબે થવું?

પ્રેરિતોનાં ક્રત્યો 5:29

પિતર અને બીજા પ્રેરિતોએ જવાબ આપ્યો, “અમારે માણસો કરતાં દેવની આજ્ઞાનું પાલન વધારે કરવું જોઈએ.

Interlinear

Choose Theme