ગણના 23:17 · ગુજરાતી બાઇબલ
આથી રાજા અને મોઆબના સર્વ સરદારો તેઓની આહુતિ પાસે ઊભા હતા ત્યાં બલામ બાલાક પાસે પાછો ગયો. રાજા બાલાકે આતુરતાથી પૂછયું: “યહોવાએ તને શું કહ્યું છે?”
Cross references
ગણના 23:26
બલામે જવાબ આપ્યો, “મેં તમને કહ્યું નહીનું કે માંરે તો યહોવા મને જે કહે તે જ બોલવાનું છે.”
1 શમુએલ 3:17
એલીએ પૂછયું, “યહોવાએ તને શું કહ્યું છે? તે માંરાથી છુપાવીશ નહિ; તેમણે તને જે જે કહ્યું તેમાંથી કંઈપણ જો તું માંરાથી છુપાવે તો દેવ તને એવું ને એ કરતાં પણ વધારે કરો.”
ચર્મિયા 37:17
સમય જતાં સિદકિયા રાજાએ ગુપ્ત રીતે મહેલમાં તેડી મંગાવ્યો. રાજાએ તેને પૂછયું કે, “આજના દિવસોમાં શું યહોવા તરફથી તને કોઇ સંદેશો મળ્યો છે?”યમિર્યાએ કહ્યું, “હા, સંદેશો મળ્યો છે. બાબિલના રાજાથી તું હાર પામશે.”