Home Bibles ગણના 21:25 · ગુજરાતી બાઇબલ
ગણના 21:25 · ગુજરાતી બાઇબલ

ઇસ્રાએલીઓએ હેશ્બોન અને તેની આસપાસનાં ગામો સહિત અમોરીઓનાં બધાં શહેરો જીતી લીધાં અને તેમાં તેમણે રહેવાનું શરૂ કર્યું.

Cross references

ગણના 21:31

આ રીતે ઇસ્રાએલીઓ અમોરીઓના પ્રદેશમાં વસવા લાગ્યા.

ગણના 32:3

“ઇસ્રાએલી સમાંજને યહોવાએ જીતી આપેલો પ્રદેશ, અટારોથ, દીબોન, યાઝેર, નિમ્રાહ, હેશ્બોન, એલઆલેહ, સબામ, નબો અને બેઓન.

ગણના 32:33

આથી મૂસાએ ગાદના અને રૂબેનના વંશજોને તથા યૂસફના પુત્ર મનાશ્શાના અર્ધકુળસમૂહને અમોરીઓના રાજા સીહોનનું રાજ્ય અને બાશાનના રાજા ઓગનું રાજ્ય, એ સમગ્ર પ્રદેશ અને તેમાંના શહેરો તથા આજુબાજુની જમીન બધું આપી દીધું.

પુનર્નિયમ 2:12

હોરીઓ પહેલા સેઇરમાં રહેતા હતા, પણ એસાવના વંશજો તેઓને હંાકી કાઢીને તેમની ભૂમિ પડાવી લીધી, અને તેમનું નામનિશાન ભૂંસી નાખ્યું. અને તેમની જગ્યાએ પોતે વસવા લાગ્યા, જેમ ઇસ્રાએલીઓએ યહોવાએ, તેમને આપેલી ભૂમિનાં મૂળ વતનીઓની સાથે કર્યુ તેમ.)

યહોશુઆ 24:8

પછી હું તમને યર્દન નદીની પૂર્વે, અમોરીઓની ભૂમિમાં લઈ આવ્યો: અને તેઓએ તમાંરી વિરુદ્ધ યુદ્ધ કર્યુ. પણ મેં તેઓનો વિનાશ કર્યો અને તમને તેઓનો પ્રદેશ આપ્યો.

સભાશિક્ષક 7:4

હાથીદાંતના બુરજ જેવી છે તારી ગરદન; તારી આંખો જાણે બાથ-રાબ્બીમના નગર દરવાજા પાસે આવેલા હેશ્બોનના ઝરા! તાંરુ નાક જાણે દમસ્કની ચોકી કરતો લબાનોનનો બુરજ!

યશાયા 15:4

વળી હેશ્બોન અને એલઆલેહના લોકો પોકેપોક રડે છે; તેમનો અવાજ યાહાસ સુધી સંભળાય છે; તેથી મોઆબના સશસ્ત્ર યોદ્ધાઓ પણ થથરી જાય છે, તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે.

યશાયા 16:8

કારણ, હેશ્બોનમાં ખેતરો કસ વગરનાં થઇ ગયા છે. સિબ્માહની દ્રાક્ષની વાડીઓ ખેદાનમેદાન થઇ ગઇ છે. એક સમય એવો હતો જ્યારે એ દ્રાક્ષની વાડીઓ બાલ-ગોયિમ અને યાઝેર સુધી પહોંચતી હતી. અને ત્યાંથી ઠેઠ રણ સુધી ફેલાતી હતી; અને પશ્ચિમમાં એની શાખાઓ સમુદ્રની સામે પાર સુધી પહોંચતી હતી.

ચર્મિયા 48:2

મોઆબનું ગૌરવ હવે રહ્યું નથી, હેશ્બોનમાં મોઆબના શત્રુઓએ એના પતનની યોજના ઘડી છે. તેઓ કહે છે ‘ચાલો, આપણે એને રાષ્ટ તરીકે ભૂંસી નાખીએ.’ માદમેન નગરને પણ ચૂપ કરવામાં આવશે; શત્રુઓની તરવાર તારો પીછો કરશે.

ચર્મિયા 48:34

તેના બદલે બધી જગ્યાએથી; હેશ્બોનથી એલઆલેહ સુધી; સોઆરથી હોરોનાયિમ સુધી, અને ત્યાંથી એગ્લાથ શલી-શીયા સુધી ભય અને વેદનાના પોકારો સંભળાય છે. નિમ્રીમનાં પાણી પણ સુકાઇ ગયા છે.

ચર્મિયા 48:45

“નાસી ગયેલા અસહાય નિર્વાસિતો હેશ્બોનની છાયા તળે વિસામો લે છે, પણ હેશ્બોનમાંથી આગ ભભૂકી નીકળે છે. સીહોનના રાજમહેલમાંથી જવાળાઓ લપકારા મારે છે, અને એ તોફાનીઓની ભૂમિને, મોઆબના સીમાડા અને પર્વતોને ભરખી જાય છે.

યર્મિયાનો વિલાપ 16:46

સમરૂન તારી મોટી બહેન છે, જે પોતાની પુત્રીઓ સાથે તારી ઉંત્તરે વસે છે. સદોમ તારી નાની બહેન છે, જે પોતાની પુત્રીઓ સાથે તારી દક્ષિણે વસે છે.

યર્મિયાનો વિલાપ 16:49

“તારી બહેન સદોમના પાપ આ પ્રમાણે હતાં; અભિમાન, આળસ અને અન્નની પુષ્કળતા. તેથી તેઓ અભિમાની થઇ ગઇ હતી. વળી તેઓ ગરીબોને કે દુ:ખીઓને કદી મદદ કરતી નહોતી.

યર્મિયાનો વિલાપ 16:53

દેવ કહે છે, “પરંતુ એક દિવસ આવશે જ્યારે હું સદોમ અને તેની પુત્રીઓની તથા સમરૂન અને તેની પુત્રીઓની આબાદી પાછી આપીશ. વળી એ સાથે, હે યહૂદા, તારી આબાદી પણ હું તને પાછી આપીશ.

આમોસ 2:10

“વળી હું તમને મિસરમાંથી સાથે બહાર લઇ આવ્યો, અને મેં તમને વન્યપ્રદેશ થકી ચાળીસ વર્ષ સુધી માર્ગદર્શન આપ્યું જેથી તમે અમોરીઓના રાષ્ટને તાબામાં લઇ શકો.

Interlinear

Choose Theme