Home Bibles યહોશુઆ 24:8 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 24:8 · ગુજરાતી બાઇબલ

પછી હું તમને યર્દન નદીની પૂર્વે, અમોરીઓની ભૂમિમાં લઈ આવ્યો: અને તેઓએ તમાંરી વિરુદ્ધ યુદ્ધ કર્યુ. પણ મેં તેઓનો વિનાશ કર્યો અને તમને તેઓનો પ્રદેશ આપ્યો.

Cross references

નિર્ગમન 23:23

“કારણ કે માંરો દેવદૂત તમાંરી આગળ આગળ ચાલશે અને તમને અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, કનાનીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના પ્રદેશમાં લઈ જશે, અને હું તેઓનો સર્વનાશ કરીશ.

ગણના 21:21

ત્યાર પછી ઇસ્રાએલે પોતાના કાસદો માંરફતે અમોરીઓના રાજા સીહોનને સંદેશો મોકલ્યો કે,

ગણના 21:25

ઇસ્રાએલીઓએ હેશ્બોન અને તેની આસપાસનાં ગામો સહિત અમોરીઓનાં બધાં શહેરો જીતી લીધાં અને તેમાં તેમણે રહેવાનું શરૂ કર્યું.

પુનર્નિયમ 2:32

“ત્યારબાદ સીહોન પોતાનું સમગ્ર સૈન્ય લઈને યાહાસ આગળ આપણી સામે યદ્ધ કરવાને બહાર પડ્યો,

યહોશુઆ 13:10

અમોરી રાજા સીહોન જે હેશ્બોનથી ઓમ્મોનીટસની સરહદ સુધી રાજ્ય કરતો હતો, તેનાં બધાં શહેર.

નહેમ્યા 9:22

તેં તેઓને રાજ્યો તથા પ્રજાઓ આપ્યાઁ. તેથી તેઓએ હેશ્બોનના રાજા સીહોન તથા બાશાનના રાજા ઓગની ભૂમિ લઇ લીધી.

ગીતશાસ્ત્ર 135:10

તેમણે શૂરવીર પ્રજાઓનો નાશ કર્યો; અને પરાક્રમી રાજાઓનો પણ તેણે નાશ કર્યો.

ગીતશાસ્ત્ર 136:17

જેણે મોટા રાજાઓને હરાવ્યા છે તેમની સ્તુતિ કરો. .તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

આમોસ 2:9

“તમે જ્યારે કેનાનમાં દાખલ થયા ત્યારે અમોરીઓ ત્યાં હતા, તેઓ દેવદારના વૃક્ષ જેવા ઊંચા અને ઓક વૃક્ષ જેવા ખડતલ હતા. પણ તમારા માટે મેં તેઓને સમાપ્ત કર્યા હતા, હા, મે તેઓની શાખાઓ અને તેઓના મૂળિયાઓનો નાશ કર્યો.

આમોસ 2:10

“વળી હું તમને મિસરમાંથી સાથે બહાર લઇ આવ્યો, અને મેં તમને વન્યપ્રદેશ થકી ચાળીસ વર્ષ સુધી માર્ગદર્શન આપ્યું જેથી તમે અમોરીઓના રાષ્ટને તાબામાં લઇ શકો.

Interlinear

Choose Theme