પછી મૂસાએ હાથ ઊચો કરીને લાકડી બે વખત ખડક પર પછાડી એટલે ખડકમાંથી પુષ્કળ પાણી ધસારા સાથે બહાર નીકળ્યું. તે સૌએ તથા પશુઓએ ધરાઈને પીધું.
Cross references
જો, હોરેબ પર્વતના એક ખડક ઉપર હું તારી સામે ઊભો રહીશ, પછી તું તે ખડક ઉપર પ્રહાર કરજે, એટલે તે ખડકમાંથી પાણી નીકળશે, જેથી લોકોને પીવા પાણી મળશે.”ઇસ્રાએલીઓના વડીલોના દેખતાં મૂસાએ તે મુજબ કર્યુ.
હારુનના પુત્રો નાદાબ તથા અબીહૂએ ધૂપદાનીમાં અપવિત્ર આગ્નિમૂકયો અને તે અગ્નિ પર ધૂપ નાખ્યો. અને તે ધૂપ યહોવાને ચઢાવ્યો. યહોવાએ તે ચઢાવવાની આજ્ઞા કરી નહોતી તેથી એ અગ્નિ અપવિત્ર હતો.
“તું કરારકોશ પાસે પડેલી લાકડી લે, અને પછી તારા ભાઈ હારુન સાથે સમગ્ર સમાંજને ભેગો કર અને સૌના દેખતા ખડકને કહે કે તે પોતાનું પાણી આપે! આમ તું કહીશ એટલે એમાંથી તેઓને અને તેઓનાં પશુઓને પીવા માંટે પાણી પુષ્કળ પ્રમાંણમાં નીકળશે.”
રખે તમે એ દેવ યહોવાને ભૂલી જતા જે તમને ઝેરી સાપ તથા વીંછીઓથી ભરેલા વિશાળ અને ભયંકર રણમાં જઈને, સૂકાભટ નપાણિયા પ્રદેશમાં જઈને તમને દોરી લાવ્યા, કઠણ ખડકમાંથી એમણે તમાંરા માંટે પાણી વહેતું કર્યું,
ત્યારે દેવ ત્યાં લેહીની ધરતીમાં એક ખાડો પાડયો, અને તેમાંથી એકદમ પાણી બહાર આવ્યું, તે પીધા પછી સામસૂન તાજો થયો અને તે જગ્યાનું નામ તેણે એન-હાક્કોરેપાડયું, આજે પણ એ ઝરણું લેહીમાં છે.
શમુએલ જ્યારે શાઉલ પાસે પહોંચ્યો; ત્યારે શાઉલે તેને આવકારતા કહ્યું, “યહોવા તમાંરું ભલું કરો; મેં યહોવાની આજ્ઞા પાળી છે.”
તો પછી તેઁ યહોવાની આજ્ઞા કેમ માંની નહિ? તું શા માંટે લૂંટ કરવા તૂટી પડયો, અને યહોવાની નજરમાં ગુનો ગણાય તેવું તેં શા માંટે કર્યુ?”
શાઉલે શમુએલને કહ્યું, “મેં પાપ કર્યું છે. મેં યહોવાની આજ્ઞાની અને તમાંરા હુકમની અવગણના કરી છે. હું માંરા માંણસોથી ડરી ગયો અને તેમના કહ્યંા પ્રમાંણે વત્ર્યો,
અને તેણે યહૂદાથી આવેલા દેવના માંણસને કહ્યું “આ યહોવાની વાણી છે.” તેં યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ છે અને તેણે કરેલાં હુકમો પાળ્યાં નથી,
જ્યારે તેઓ કીદોનની ખળી આગળ આવ્યા; ત્યારે બળદોને ઠોકર વાગી એટલે ઉઝઝાએ કોશને પડી જતો અટકાવવા હાથ લંબાવીને તેને પકડ્યો.
ત્યારપછી તેણે કહ્યું, “ફકત લેવીઓએ જ દેવનો કોશ ઊંચકવો. કારણકે તેમનો કોશ ઊંચકવા માટે તથા તેમની સેવા કરવા માટે યહોવાએ તેઓને પસંદ કર્યા છે.”
તમે પહેલી વખતે ઉપાડ્યો નહિ માટે યહોવા આપણા દેવ આપણા પર ક્રોધે ભરાયા, કારણ આપણે તેની સૂચના પ્રમાણે તેને પકડયો નહોતો.”
તેમણે રણમાં ખડકને તોડીને, ઊંડાણમાંથી વહેતું હોય તેમ પુષ્કળ પાણી તેઓને આપ્યું.
પછી તેમણે ખડકમાંથી પાણી કાઢયું, અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો.
તેણે ખડકમાંથી પાણી વહેતું કર્યું. તેણે ચકમકમાંથી જળનાં ઝરણા વહાવ્યાં.
ગરમ અને સૂકા અરણ્યમાં મેં તમારી કાળજી રાખી હતી.
મેં તમને જે જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓને તે આજ્ઞાઓનું પાલન કરવાનું શીખવતા જાઓ અને જુઓ, જગતના અંતકાળ પર્યત સદાય હું તમારી સાથે છું.”
તેઓ બધાએ એક સમાન આત્મિક પીણું પીધું હતું. તેઓએ તેઓની સાથે રહેલા આત્મિક ખડકમાંથી પીણું પીધું હતું. તે ખડક ખ્રિસ્ત હતો.
દેવની ઈચ્છા પ્રમાણે સાચું જીવન જીવવામાં વ્યક્તિનો ગુસ્સો મદદ કરતો નથી.