1 કાળવ્રત્તાંત 13:9 · ગુજરાતી બાઇબલ
જ્યારે તેઓ કીદોનની ખળી આગળ આવ્યા; ત્યારે બળદોને ઠોકર વાગી એટલે ઉઝઝાએ કોશને પડી જતો અટકાવવા હાથ લંબાવીને તેને પકડ્યો.
Cross references
નિર્ગમન 19:22
વળી જે યાજકો માંરી નજીક આવે, તેઓ પોતાને શુદ્ધ કરે નહિ તો હું તેમને સખત સજા કરીશ.”
નિર્ગમન 19:24
એટલે યહોવાએ તેને કહ્યું, “જા, નીચે ઊતર; અને હારુનને ઉપર લઈ આવ, પરંતુ યાજકો કે લોકો હદ ઓળંગીને માંરી પાસે ઘસી આવે નહિ એનું ધ્યાન રાખજે, નહિ તો હું તે લોકો ઉપર તૂટી પડીશ.”
2 શમએલ 6:6
જયારે તેઓ નાખોનના ખળા આગળ આવ્યા ત્યારે બળદો ગબડી પડ્યાં અને દેવનો પવિત્રકોશ ગાડામાંથી પડવાનો જ હતો ત્યાં ઉઝઝાહએ પોતાનો હાથ લાંબો કરી કરારકોશ પકડી લીધો.