જેને જોઈને ઇસ્રાએલીઓને યાદ રહે કે જે હારુનના કુટુંબમાંથી ના હોય અને બિનઅધિકૃત હોય તેણે યહોવા સમક્ષ ધૂપ ધરાવવા આવવું નહિ. નહિ તો તેની હાલત કોરાહ અને તેના સાથીઓ જેવી થશે. આમ મૂસા દ્વારા યહોવાએ એલઆઝારને આપેલી આજ્ઞા અનુસાર બધું કરવામાં આવ્યું.
Cross references
“એ વેદી પર પ્રતિદિન સવારે દીવાબત્તી તૈયાર કરતી વખતે હારુને સુગંધી ધૂપ કરવો.
યાજક પરિવારના ના હોય એવા કોઈ પણ માંણસે પછી તે યાજકનો મહેમાંન હોય કે પછી તેણે મજૂરીએ રાખેલો નોકર હોય. યાજકના ભાગની પવિત્ર અર્પણની રોટલી ખાવી નહિ.
જ્યારે એ પવિત્રમંડપે બીજે લઈ જવાનો પ્રસંગ ઊભો થાય, ત્યારે લેવીઓએ જ એ ઉઠાવવાનો એટલે કે છૂટો પાડવાનો અને ફરીથી ઊભો કરવાનો છે. લેવી કુળસમૂહના સદસ્ય સિવાય જે કોઈ વ્યક્તિ પવિત્રમંડપની સંભાળ રાખવાનો પ્રયાસ કરે તો તેને મૃત્યુદંડની સજા કરવી.
“અને તારે હારુનને અને તેના કુળોને યાજકની ફરજો બજાવવા નિયુક્ત કરવા. જો કોઈ બિનઅધિકૃત વ્યક્તિ એ ફરજ બજાવવા જાય તો તેને મોતની સજા કરવી.”
મૂસા હારુન અને તેના પુત્રોનો મુકામ થાનકના પવિત્રમંડપની સામે ઉગમણી દિશામાં હતો. ઇસ્રાએલીઓ તરફથી મુલાકાતમંડપની પૂરી જવાબદારી તેઓને માંથે હતી. જો કોઈ બિનઅધિકૃત વ્યક્તિ એ ફરજ બજાવવા જાય તો તેને મૃત્યુદંડની સજા થતી.
લેવી વંશ સિવાયના કોઈ પણ વ્યક્તિને તે કામમાં સાથે રાખવો નહિ.
યરોબઆમ વેદી પાસે બલિદાનો ચડાવવા માંટે ઊભો હતો, ત્યારે યહોવાએ એક દેવના માંણસને યહૂદાથી બેથેલ મોકલ્યો.
પણ જેમ જેમ તેનું બળ વધતું ગયું, તેમ તેમ તે અભિમાની બનતો ગયો અને તેમાંથી તેનો વિનાશ થયો. તેણે ધૂપની વેદી ઉપર ધૂપ ચઢાવવા માટે યહોવાના મંદિરમાં પ્રવેશ કરીને યહોવાનો ગુનો કર્યો.
હે હારુનપુત્રો, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો, તે તમારો તારણહાર અને તમારી ઢાલ છે.
તેઓને અફસોસ! આ લોકો કાઈન જે માર્ગે ગયો તેને અનુસર્યા. પૈસા બનાવવાની ઈચ્છાથી તેઓ પોતે બલામ જે ખોટા માર્ગે ગયો તેની પાછળ ગયા. કોરાહની જેમ આ લોકો દેવની વિરૂદ્ધમાં લડ્યા છે. અને કોરાહની માફક જ, તેઓનો નાશ થશે.