Home Bibles 2 કાળવ્રત્તાંત 26:16 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 26:16 · ગુજરાતી બાઇબલ

પણ જેમ જેમ તેનું બળ વધતું ગયું, તેમ તેમ તે અભિમાની બનતો ગયો અને તેમાંથી તેનો વિનાશ થયો. તેણે ધૂપની વેદી ઉપર ધૂપ ચઢાવવા માટે યહોવાના મંદિરમાં પ્રવેશ કરીને યહોવાનો ગુનો કર્યો.

Cross references

ગણના 16:1

લેવી કુળના વંશજ કોરાહ, જે કહાથના પુત્ર યિસ્હારનો પુત્ર હતો, રૂબેનના વંશજો દાથાન તથા અબીરામ જે અલીઆબના પુત્રો હતા તથા રૂબેન કુળ સમૂહનો હજુ એક વંશજ ઓન જે પેલેથનો પુત્ર હતો એ ચારે જણ ભેગા થયા અને મૂસા સામે ઉભા થયા.

ગણના 16:7

આવતીકાલે તમાંરે ધૂપદાની લઈને તેમાં અગ્નિ અને ધૂપ મૂકવો અને યહોવાને ધરાવવી. યહોવા પસંદ કરશે તે જ ખરેખરો પવિત્ર બનશે. લેવીના પુત્રો તમે જ છો. જે મર્યાદા વટાવો છો.”

ગણના 16:18

તેથી તે બધા પોતાની ધૂપદાનીઓ સાથે લાવ્યા અને તેમાં દેવતા મૂકી ધૂપ નાખ્યો; અને મૂસા અને હારુનની સાથે મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા.

ગણના 16:35

પછી યહોવાનો અગ્નિ આવ્યો અને ધૂપ ચઢાવવા આવેલા 250 માંણસોને ભશ્મ કરી ગયો.

ગણના 17:5

મેં જે માંણસને પસંદ કર્યો છે તેની લાકડીને કળીઓ ફૂટશે. આ રીતે હું ઇસ્રાએલી પ્રજાની તારી સામેની ફરિયાદોનો અંત લાવીશ.”

પુનર્નિયમ 8:14

ત્યારે અભિમાંનમાં છકી ન જશો અને ગુલામીના દેશ મિસરમાંથી તમને બહાર લાવનાર તમાંરા દેવ યહોવાને ભૂલી ન જશો.

પુનર્નિયમ 8:17

તમાંરે તમાંરા મનમાં એવું કદીયે વિચારવું નહિ કે ‘આ સમૃદ્ધિ મેં માંરા ભૂજબળ અને ઉધમથી જ મેળવી છે.’

પુનર્નિયમ 32:13

દેવે તેઓને ફળવંત પ્રદેશ આપ્યા, ખેતરોનો મોલ ખવડાવ્યો, ને કરાડોમાંના મધ અને જૈતૂનના તેલ; આપ્યા અને ઉચ્ચ પ્રદેશમાં લઇ જઇ સ્થાપ્યા.

1 રાજઓ 12:33

આમ, ઇસ્રાએલીઓ માંટે પોતે શરૂ કરેલો ઉત્સવ ઊજવવા પોતે પસંદ કરેલા આઠમાં મહિનાનાં પંદરમાં દિવસે તે બેથેલ ગયો, અને બલિદાનો અર્પણ કરવા તે પોતે બનાવેલી વેદી પર ગયો.

2 રાજઓ 14:10

સાચે જ તેં અદોમનો નાશ કર્યો છે માટે તને એનો ખૂબ ગર્વ છે. પણ મારી સલાહ છે કે તારી જીતથી સંતોષ માન અને તારા ઘેર જ બેસી રહે. તારા પોતાના પર અને યહૂદા પર એમ બંને પર શા માટે આફત નોતરે છે?”

2 રાજઓ 15:5

યહોવાએ તેને રકતપિત્તનો રોગી બનાવ્યો, અને મરતાં સુધી તે રોગથી પીડાતો રહ્યો. તેથી તેને બધા કાર્યોથી મુકત કરવામાં આવ્યો અને તે પોતાના ઘરમાં એકલો રહેતો હતો, તેનો પુત્ર યોથામે મહેલનો કબજો લઇને દેશના લોકો પર શાસન કર્યું.

2 રાજઓ 16:12

રાજાએ પાછા આવીને વેદી જોઈ, તેની પાસે જઈ, પર ચડી,

2 કાળવ્રત્તાંત 12:1

જ્યારે રહાબઆમનું રાજ્ય સ્થિર થયું અને તે બળવાન બન્યો, ત્યારે તેણે અને યહૂદાના કુળસમૂહે યહોવાની સંહિતાનો માર્ગ છોડી દીધો.

2 કાળવ્રત્તાંત 25:19

‘મેં અદોમ સર કર્યુ છે’ એમ તું કહે છે, અને તેથી તારું મગજ ફાટી ગયું છે. અદોમ ઉપર વિજય મળવાથી તું ઘણો અભિમાની થઇ ગયો છે, પણ મારી સલાહ છે કે, તું તારે ઘેર રહે અને મારી સાથે યુદ્ધ કરીશ નહિ, રખેને તું અને સમગ્ર યહૂદા ભારે નુકશાન વહોરી લો.”

2 કાળવ્રત્તાંત 27:2

તેના પિતા ઉઝિઝયાએ જે સઘળું કર્યુ હતું તે પ્રમાણે તેણે યહોવાની ષ્ટિમાં જે સારું હતું તે કર્યુ; પરંતુ યહોવાના મંદિરમાં તે જતો નહિ; પણ લોકોએ ષ્ટ કાર્યો કરવાનું ચાલુ રાખ્યું.

2 કાળવ્રત્તાંત 32:25

છતાં પણ હિઝિક્યાએ પોતાના પર થયેલા ઉપકારનો બદલો યોગ્ય રીતે વાળ્યો નહિ; તેથી હિઝિક્યા પર, તેમજ યહૂદિયા તથા યરૂશાલેમ પર દેવ કોપાયમાન થયો.

નીતિવચનો 16:18

અભિમાનનું પરિણામ નાશ છે, અને પતનની પહેલાં ગવિર્ષ્ઠ સ્વભાવ આવે છે.

દારિયેલ 11:12

આ મહાન વિજયને કારણે અભિમાનમાં આવી જઇને તે પોતાના હજારો દુશ્મનોને મારી નાખશે, પણ તેનો વિજય થોડા સમયનો હશે. આખરે તેમનો પરાજય થશે;

હબાક્કુક 2:4

ગવિર્ષ્ઠ માણસ તરફ જુઓ, તેનો આત્મા તેનામાં પ્રામાણિક નથી; પરંતુ સાચો ન્યાયી માણસ તેની વફાદારીને કારણે જીવશે.”

કલોસ્સીઓને પત્ર 2:18

કેટલાક લોકો નમ્રતા અને દૂતોની સેવા કરવા ઈચ્છતા હોય, એવું વર્તન કરે છે. તે લોકો હમેશા જે દર્શનો તેઓએ જોયા હોય તેના વિષે કહેતા રહે છે. તે લોકોને ન કહેવા દો કે, “તમે આમ કરતા નથી, તેથી તમે ખોટા છો.” તે લોકો મૂર્ખ અભિમાનથી ભરપૂર છે. કારણ કે તેઓ ફક્ત માનવ વિચારોને જ વિચારી શકે, દેવના વિચારોને નહિ.

Interlinear

Choose Theme