અને ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને ઉદેશીને કહ્યું, “અમે જે દેશની તપાસ કરવા ગયા હતા તે અદભૂત ખૂબ સારો દેશ છે.
Cross references
તેઓએ મૂસાને આ મુજબ કહ્યું, “તમે અમને જે દેશમાં તપાસ કરવા મોકલ્યા હતા ત્યાં અમે ગયા, ત્યાં ખરેખર દૂધ અને મધની રેલછેલ છે. આ રહ્યાં ત્યાંનાં ફળ.
પછી કાલેબે મૂસાની આગળ ઊભા રહેલા લોકોને શાંત પાડ્યા અને કહ્યું, “આપણે, તરત એ દેશનો કબજો લઈએ, આપણે એને જીતી શકવા માંટે સાચે જ સમર્થ છીએ.”
ત્યાંથી તેમણે કેટલાંક ફળ ભેગાં કર્યા અને ત્યાંથી તેઓ પાછા આવ્યા અને જણાવ્યું કે, ‘આપણા દેવ યહોવાએ આપણને જે પ્રદેશ આપ્યો છે તે સમૃદ્ધ છે.’
“તમાંરા દેવ યહોવા કે જેમણે જે દેશ આપવાનું, તમાંરા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાકને અને યાકૂબને વચન આપ્યું હતું તે દેશમાં તમને લઈ જશે. ખ્યાં મોટાં સુંદર નગરો છે, જે તમે બાંધ્યાં નથી.
કારણ કે તમાંરા દેવ યહોવા તમને એક સમૃદ્વ ભૂમિમાં લઈ જઈ રહ્યા છે, જયાં પુષ્કળ નદીઓ અને અનેક ઝરણાં ફૂટી નીકળીને પર્વતોમાં અને ખીણમાં વહે છે.
તેમણે કહ્યું, “ચાલો, આપણે જઈએ અને લાઈશ ઉપર હુમલો કરીએ. અમે એ ભૂમિ જોઈ છે અને તે બહુ સારી છે. આપણે અહીં સુસ્ત બેસી રહેવું ન જોઈએ, જલદી કરો, ઉભા થાવ અને તે દેશનો કબજો લઈ લો.