Home Bibles ગણના 13:27 · ગુજરાતી બાઇબલ
ગણના 13:27 · ગુજરાતી બાઇબલ

તેઓએ મૂસાને આ મુજબ કહ્યું, “તમે અમને જે દેશમાં તપાસ કરવા મોકલ્યા હતા ત્યાં અમે ગયા, ત્યાં ખરેખર દૂધ અને મધની રેલછેલ છે. આ રહ્યાં ત્યાંનાં ફળ.

Cross references

નિર્ગમન 3:8

હું તેમને મિસરીઓનાં પંજામાંથી મુક્ત કરાવવા અને તેમને એ દેશમાંથી બીજા એક સારા વિશાળ દેશમાં લઈ જવા માંટે હું નીચે આવ્યો છું. જ્યાં દૂધ મઘની રેલછેલ છે અને જ્યાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ વસે છે.

નિર્ગમન 3:17

અને મેં નિર્ણય કર્યો છે કે હું તમને દુર્દશામાંથી મુક્ત કરાવી કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જઈશ, જ્યાં દૂધ અને મધની રેલછેલ છે.’

નિર્ગમન 13:5

અને જ્યારે યહોવા તમને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ, અને યબૂસીઓના દેશમાં લઈ જાય-તેણે તમાંરા પિતૃઓને જે દેશ તમને આપવાનું વચન આપ્યું હતું અને જયાં દૂધ અને મધની રેલછેલ છે, ત્યાં લઈ જાય, ત્યારે તમાંરે ઉપાસના આ માંસમાં કરવાની છે.

નિર્ગમન 33:3

હું દૂધ અને મધની જયાં રેલછેલ છે એવા દેશમાં તમને લઈ જઈશ, પણ હું તમાંરી સાથે નહિ આવું, કારણ કે તમે લોકો હઠીલા છો અને કદાચ હું તમાંરો રસ્તામાં જ સંહાર કરી નાખું.”

લેવીય 20:24

“મેં તમને તેઓનો દેશ આપવાનું વચન આપ્યું છે. તમે તે દેશના માંલિક બનો. હું જાતે તમને જયાં દૂધ અને મધનીરેલછેલ છ એવી એ ભૂમિનો કબજો આપીશ. “હું તામરો દેવ યહોવા છું. મેં તમને અન્ય પ્રજાઓથી જૂદા પાડયા છે.

ગણના 14:7

અને ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને ઉદેશીને કહ્યું, “અમે જે દેશની તપાસ કરવા ગયા હતા તે અદભૂત ખૂબ સારો દેશ છે.

ગણના 14:8

જો યહોવા આપણા પર પ્રસન્ન હશે, તો તે આપણને એ દેશમાં લઈ જશે અને જ્યાં દૂધ અને મધની રેલછેલ છે તેવી ભૂમિ તે આપણને આપશે.

ગણના 16:13

તું અમને દૂધ અને મધની રેલછેલ હતી એવા દેશમાંથી આ અરણ્યમાં મરવા માંટે લઈ આવ્યો એટલું ઓછું છે કે તું અમાંરા પર પાછો દોર ચલાવવા માંગે છે?

ગણના 16:14

તદુપરાંત જે અદભૂત દેશનું તેં વચન આપ્યું હતું તેમાં તું અમને લાવ્યો નથી, તેં અમને ખેતરો કે દ્રાક્ષાવાડીઓ પણ આપી નથી, તને શું લોકોની આંખો કાઢી નાખીશ જેથી તેઓ ઉપર કરેલું નુકશાન જુએ નહિ? ના, અમે તારી પાસે આવવાના નથી.”

પુનર્નિયમ 1:25

ત્યાંથી તેમણે કેટલાંક ફળ ભેગાં કર્યા અને ત્યાંથી તેઓ પાછા આવ્યા અને જણાવ્યું કે, ‘આપણા દેવ યહોવાએ આપણને જે પ્રદેશ આપ્યો છે તે સમૃદ્ધ છે.’

પુનર્નિયમ 6:3

હે ઇસ્રાએલી પ્રજાજનો, જો તમે ધ્યાનથી સાંભળશો અને કાળજીપૂર્વક એનું પાલન કરશો, તો તમાંરા પિતૃઓના દેવ યહોવાએ આપેલા વચન પ્રમાંણે જયાં દૂધ અને મધની રેલછેલ છે એવા દેશમાં તમે સુખી થશો અને તમાંરો વંશવેલો ખૂબ વધશે. અને તમે એક મહાન પ્રજા બની રહેશો.

પુનર્નિયમ 11:9

અને યહોવાએ દૂધ અને મધની જયાં રેલછેલ હોય એવી જે ભૂમિ તમાંરા પિતૃઓને અને તેમનાં સંતાનોને આપવાનું વચન આપ્યું હતું, તેમાં તમે સુખી દીર્ધાયુ પામો.

પુનર્નિયમ 26:9

અને અમને આ જગ્યાએ લાવીને દૂધ અને મધથી રેલછેલ થતો આ પ્રદેશ આપ્યો.

પુનર્નિયમ 26:11

અને પછી તમાંરા દેવ યહોવાએ તમાંરું અને તમાંરા કુટુંબનું જે ભલું કર્યુ છે તેને માંટે તમાંરે લેવીઓએ અને તમાંરી વચ્ચે રહેતા વિદેશીઓએ ભેગા મળીને આનંદોત્સવ કરવો.

પુનર્નિયમ 27:3

અને તેના ઉપર નિયમના સર્વ શબ્દો લખી નાખવા, પછી તમે તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપી રહ્યાં છે તેમાં સ્થાઇ થઇ શકશો. તમાંરા પિતૃઓના યહોવા દેવે તમને જે વચન આપ્યું હતું તેમ આ ભૂમિમાં દૂધ અને મધની રેલછેલ થશે.

પુનર્નિયમ 31:20

જે દેશ મેં એમના પિતૃઓને આપવાનું વચન આપ્યું હતું ત્યાં હું તેમને લઈ જઈશ ત્યારે તે દૂધ અને મધથી ઉભરાતો હશે, તેઓને જેટલું ખાવું હોય તેટલું ખાશે, કે જ્યાં સુધી સંપૂર્ણ તૃપ્ત ન થાય. અને તેઓ અન્ય દેવો તરફ વળી જઈને તેમની પૂજા કરશે, એમ તેઓ માંરી અવજ્ઞા કરીને માંરા કરારનો ભંગ કરશે.

યહોશુઆ 5:6

રણમાં રહેતા ત્યારે ઘણા લડાકુ લોકોએ યહોવાનું માંન્યું નહિ તેથી યહોવાએ વચન આપ્યું તે લોકો “વધારે અનાજ ઉગે છે” તે જમીન નહિ જોવે. યહોવાએ આપણા પૂર્વજોને તે ભૂમિ આપવાનું વચન આપ્યું હતું. પણ તે માંણસોને કારણે દેવે લોકોને 40 વર્ષ રણમાં ભટકવાની ફરજ પાડી તે રીતે તે લડતા લોકો મરી જશે. તે બધાં લડતા લોકો મરી ગયા અને તેમના પુત્રોએ તેઓની જગ્યાં લીધી.

ચર્મિયા 11:5

“તો તમે મારા લોકો થશો. અને હું તમારો દેવ થઇશ અને હું તમારા પિતૃઓને આપેલું વચન પાળીશ, હું તમને જ્યાં દૂધ અને મધની રેલછેલ હોય તેવી ભૂમિ આપીશ. અને મેં એ પ્રમાણે કર્યું પણ છે.”પછી મેં જવાબ આપ્યો, “યહોવા આમીન, હું એમ કહીશ.”

ચર્મિયા 32:22

“ત્યારબાદ તેમના પિતૃઓને વચન આપ્યા પ્રમાણે તેં આ ભૂમિ જ્યાં દૂધ અને મધની રેલછેલ છે તેમને આપી હતી.

યર્મિયાનો વિલાપ 20:6

હું તમને મિસરની બહાર લઇ જઇ તમારે માટે પસંદ કરેલા દેશમાં લઇ જઇશ, જે વિશ્વના દેશોમાં સૌથી રળિયામણો છે અને જ્યાં દૂધ અને મધની રેલછેલ છે.

યર્મિયાનો વિલાપ 20:15

આથી મેં રણમાં પ્રતિજ્ઞા લીધી કે, મેં તેમને જે ભૂમિ આપવાનું નક્કી કર્યું હતું જ્યાં દૂધ અને મધની રેલછેલ છે અને જે સૌથી રળિયામણી છે- ત્યાં હું તેમને નહિ લઇ જાઉં.

Interlinear

Choose Theme