Home Bibles ગણના 10:17 · ગુજરાતી બાઇબલ
ગણના 10:17 · ગુજરાતી બાઇબલ

ત્યાર પછી પવિત્ર મંડપ ઉઠાવી લેવામાં આવતો અને તેને ઉપાડનાર ગેર્શોન તથા મરારીના વંશજો કૂચ કરતા. પવિત્રમંડપને ઉતારીને તેઓ પોતાના ખભા ઉપર ઊચકીને ચાલતા હતા.

Cross references

ગણના 1:51

જ્યારે એ પવિત્રમંડપે બીજે લઈ જવાનો પ્રસંગ ઊભો થાય, ત્યારે લેવીઓએ જ એ ઉઠાવવાનો એટલે કે છૂટો પાડવાનો અને ફરીથી ઊભો કરવાનો છે. લેવી કુળસમૂહના સદસ્ય સિવાય જે કોઈ વ્યક્તિ પવિત્રમંડપની સંભાળ રાખવાનો પ્રયાસ કરે તો તેને મૃત્યુદંડની સજા કરવી.

ગણના 3:25

એ લોકોએ પવિત્રમંડપમાં એની અંદરનું આવરણ, બહારનું આવરણ, પ્રવેશદ્વારનો પડદો,

ગણના 3:36

એ લોકોએ થાનકના મંડપના પાટિયાં, તેની વળીઓ, સ્તંભો, કૂંભીઓ, ઓજારો તથા આ સર્વને લગતાં કામકાજની સંભાળ રાખવાની હતી.

ગણના 4:21

યહોવાએ મૂસાને કહ્યું,

ગણના 4:24

“ગેર્શોનના કુળસમૂહના પુરુષોએ નીચેની વસ્તુઓ ઉપાડવાની સેવા બજાવવાની છે:

ગણના 7:6

તેથી મુસાએએ ગાડાં અને બળદો સ્વીકાર્યા અને લેવીઓને સોંપી દીધાં.

હિબ્રૂઓને પત્ર 9:11

હાલમાં અસ્તિત્વ ધરાવતી ઉત્તમ વ્યવસ્થાના પ્રમુખયાજક સારી વસ્તુઓનો પ્રમુખયાજક હતો. પ્રમુખયાજક તરીકે ખ્રિસ્ત આવ્યો. ત્યારે તેણે ખૂબજ ઉત્તમ એવા મંડપમાંથી પ્રવેશ કર્યો. અને તે સંપૂર્ણ એવા સ્વર્ગીય મંડપમાં પ્રવેશ્યો જે વધારે મોટો અને વધારે પરિપૂર્ણ હતો. તે માનવો દ્ધારા બનાવેલો ન હતો અને તે આ દુનિયામાં બનાવેલો ન હતો.

હિબ્રૂઓને પત્ર 12:28

આપણે દેવનો આભાર માનવો જોઈએ કે આપણને એવંુ અવિચળ રાજ્ય આપે છે જેને ધ્રુંજાવી શકાતું નથી. તેથી આપણે દેવની સેવા ભય અને આદરભાવથી કરવી જોઈએ જેથી તે પ્રસન્ન થાય.

2 પિતરનો પત્ર 1:14

હું જાણું છું કે મારે ખૂબ ઝડપથી આ શરીરનો ત્યાગ કરવાનો છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને તે દર્શાવ્યું છે.

Interlinear

Choose Theme