જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉમરના હોય અને જે બધા લશ્કરમાં જોડાવા લાયક હોય તેમની ગણતરી તેમનાં સમૂહો પ્રમાંણે કરીને યાદી તૈયાર કરો.
Cross references
તમાંરે બેખમીર રોટલીનું પર્વ ઉજવવું, કારણ કે એ જ દિવસે મેં તમાંરા લોકોને ટુકડીવાર મિસર દેશમાંથી બહાર કાઢયાં હતાં, તેથી એ દિવસે તમાંરા વંશજોએ કાનૂન પાળવો.
વસ્તીગણતરીમાં નોંધાયેલા વીસ વરસના કે તેથી વધુ ઉમરના દરેક માંણસે આ જકાત આપવી.
“લેવી કુળસમૂહના બધા પુરુષોની નોંધણી કર; એક મહિના અને તેથી વધારે ઉમરના સર્વ પુરુષોની કુટુંબ પ્રમાંણે ગણતરી કર.”
ત્રીસથી પચાસ વર્ષની ઉમરના મુલાકાત મંડપમાં સેવા કરવા લાયક બધા પુરુષોની કુટુંબવાર નૌંધણી કરો.
તમે લોકોએ માંરા વિરુદ્ધ ફરિયાદ કરી છે તેથી તમાંરાં સૌના મૃતદેહ આ અરણ્યમાં રઝળશે.
“ઇસ્રાએલમાં જેઓ વીસ વર્ષ કે તેનાથી મોટી વચના છે, તેઓની વસ્તી ગણતરી કર, તથા પ્રત્યેક કુળ અને ગોત્રમાંથી જે લોકો લશ્કરમાં નોકરી કરવા લાયક હોય તે સર્વની કુટુંબવાર ગણતરી કર.”
‘તે લોકો મને વિશ્વાસુ રહ્યા નથી તેથી મિસરમાંથી આવેલા એમાંના 20વર્ષ અને તેથી વધારે ઉમરના ઇસ્રાએલીઓ ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને જે ભૂમિ આપવાનું વચન આપ્યુ હતું તેમાં તે પ્રવેશ કરશે નહિ.
મૂસા અને હારુનની આગેવાની હેઠળ ઇસ્રાએલ પ્રજા મિસરમાંથી બહાર આવ્યા પછી તે લોકોએ જે જે ઠેકાણે મુસાફરી કરી હતી.
“એ વખતે મેં રૂબેન અને ગાદના કુળસમૂહોને અને મનાશ્શાના અર્ધકુળને આજ્ઞા કરી હતી કે; ‘તમાંરા દેવ યહોવાએ આ ભૂમિ તમાંરા કબજામાં સોંપી છે. દેવે તમને તમાંરો ભાગ આપ્યો છે. તમાંરા બધા યોદ્ધાઓએ હથિયાર ધારણ કરીને ઇસ્રાએલના બીજા કુળસમૂહોને દોરવીને યર્દન નદીને પેલે પારના પ્રદેશ તરફ આગળ વધવું જે પ્રદેશ દેવે તેમને આપવાનું વચન આપ્યું હતું.
“કોઈ પણ નવપરિણીત પુરુષની લશ્કરમાં કે અન્ય કોઈ જાહેર નોકરીમાં નિમણૂક કરવી નહિ; કારણ કે એક વર્ષ સુધી તે ઘેર પોતાની પત્ની સાથે રહીનેે આનંદ કરવા માંટે મુકત છે.”
યોઆબે રાજાને દેશના લોકોની કુલ સંખ્યા રજૂ કરી; હથિયાર ચલાવી શકે તેવા માંણસો ઇસ્રાએલમાં 8,00,000 માંણસો અને યહૂદામાં 5,00,000 માંણસો હતાં.
અને તેણે યહૂદાના શહેરોમાં ઘણું કામ કર્યુ. તેણે રાજધાની યરૂશાલેમમાં મોટું સૈન્ય રાખ્યું.
ઉઝિઝયા પાસે યુદ્ધ માટે સજ્જ તાલીમ પામેલી સેના હતી, અને મહામંત્રી યેઇએલ અને અધિકારી માઅસેયાએ રાજાના એક સેનાપતિ હનાન્યાના હાથ નીચે તૈયાર કરેલી યાદી પ્રમાણે તેની ટૂકડીઓ પાડવામાં આવી હતી.