Home Bibles ગણના 33:1 · ગુજરાતી બાઇબલ
ગણના 33:1 · ગુજરાતી બાઇબલ

મૂસા અને હારુનની આગેવાની હેઠળ ઇસ્રાએલ પ્રજા મિસરમાંથી બહાર આવ્યા પછી તે લોકોએ જે જે ઠેકાણે મુસાફરી કરી હતી.

Cross references

નિર્ગમન 6:26

આ રીતે હારુન અને મૂસા આ કૂળ-સમૂહના હતા અને તે એ જ વ્યક્તિઓ છે જેની સાથે દેવે વાત કરી હતી. અને કહ્યું હતું કે, “ઇસ્રાએલીઓને ટૂકડી પ્રમાંણે મિસરમાંથી બહાર કાઢો.”

નિર્ગમન 12:37

ઇસ્રાએલના લોકો પગપાળા રામસેસથી સુક્કોથ જવા નીકળ્યા. લગભગ 6,00,000 પુરુષો અને સ્ત્રી બાળકો તો જુદાં હતાં.

નિર્ગમન 12:41

અને 430 વર્ષ પૂરાં થતાં જ તે જ દિવસે યહોવાના લોકોની બધી ટુકડીઓ મિસર દેશમાંથી ચાલી નીકળી.

નિર્ગમન 12:51

અને તે જ દિવસે યહોવા ઇસ્રાએલી લોકોને જૂથોમાં મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યા.

નિર્ગમન 13:18

એટલે યહોવા તેમને બીજા રસ્તેથી લઈ ગયા. રેતીના રણપ્રદેશને રસ્તે રાતા સમુદ્ર તરફ દેવ તેમને લઈ ગયા. મિસર છોડ્યું ત્યારે ઇસ્રાએલ પુત્રો શસ્ત્રસજજ હતા.

યહોશુઆ 24:5

મેં મૂસાને અને હારુનને મોકલ્યા, અને મેં મિસરીઓને ખૂબ મુશ્કેલીઓ આપી અને મિસર પર સંકટ મોકલ્યા અને ત્યાર પછી હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો.

1 શમુએલ 12:8

“યાકૂબ મિસર ગયો. ખ્યાં મિસરીઓએ તેના વંશજો ઉપર જુલમ ગુજાર્યો. તેથી તેઓએ યહોવાને ધા નાખી. એટલે તેણે મૂસાને અને હારુનને મોકલી આપ્યા, તેઓ તમાંરા પિતૃઓને મિસરમાંથી બહાર લઈ આવ્યા અને તેમને અહીં વસાવ્યા.

ગીતશાસ્ત્ર 77:20

તમે મૂસા તથા હારુનની મારફતે, તમારા લોકોને ઘેટાનાં ટોળાની માફક દોર્યા.

મીખાહ 6:4

હું તમને મિસરમાંથી બહાર લઇ આવ્યો, મેં તમને ગુલામીમાંથી મુકત કર્યા અને તમને દોરવણી આપવા માટે મેં મૂસાને, હારુનને અને મરિયમને મોકલ્યાં હતાં.

Interlinear

Choose Theme