Home Bibles માથ્થી 14:16 · ગુજરાતી બાઇબલ
માથ્થી 14:16 · ગુજરાતી બાઇબલ

ઈસુએ કહ્યંુ, “તમારે દૂર જવાની જરૂર નથી. તમે તેઓને ખાવા માટે ખોરાક આપો.”

Cross references

2 રાજઓ 4:42

બઆલ-શાલીશાહથી એક માંણસ એલિશા પાસે, પહેલા પાકના જવમાંથી બનાવેલા વીસ રોટલા અને ભરેલાં દાણાવાળાં તાજાં કણસલાં લઈને આવ્યો. એલિશાએ કહ્યું, “આ લોકોને તે ખાવા આપી દો.”

અયૂબ 31:16

મેં ગરીબોને કશું આપ્યું ન હોય તેવું કદી બન્યું નથી અને વિધવાઓને મેં કદી રડાવી નથી.

નીતિવચનો 11:24

કોઇ છૂટે હાથે આપે તોય વધે છે, કોઇ વધુ પડતી કરકસર કરે તોયે કંગાળ થાય છે.

સભાશિક્ષક 11:2

તારી પાસે જે છે તે ઘણાંઓમાં વહેંચી દે, તને ખબર નથી કદાચ ભવિષ્યમાં એવો ખરાબ સમય આવે.

લૂક 3:11

યોહાને ઉત્તર આપ્યો, “જો તમારી પાસે બે અંગરખા હોય તો જેની પાસે એક પણ નથી તેને આપો. અને જેની પાસે ખોરાક હોય તો તે પણ વહેંચવો જોઈએ.”

યોહાન 13:29

યહૂદા સમૂહ માટે પૈસાની પેટી રાખનાર માણસ હતો. તેથી કેટલાક શિષ્યોએ વિચાર્યુ કે યહૂદા જઈને કેટલીક જરુંરી વસ્તુઓ પર્વ માટે ખરીદે એવું ઈસુ સમજતો હતો. અથવા તેઓએ વિચાર્યુ કે ઈસુ ઈચ્છતો હતો કે યહૂદા ગરીબ લોકોને જઈને કઈક આપે.

2 કરિંથીઓને 8:2

કઠિન મુશ્કેલીઓથી તે વિશ્વાસીઓનું પરીક્ષણ થયું હતું. અને તેઓ ઘણા જ દરિદ્ર લોકો છે. પરંતુ તેમના ઉન્મત આનંદને કારણે તેઓએ મોટી ઉદારતાથી આપ્યું.

2 કરિંથીઓને 9:7

દરેક વ્યક્તિએ તેના હૃદયમાં નક્કી કર્યુ હોય તેટલું આપવું જોઈએ. જો આપવાથી વ્યક્તિ વ્યથિત થતી હોય તો તેણે ન આપવું જોઈએ. અને વ્યક્તિએ તો પણ ન આપવું જોઈએ જો તેને એમ લાગે કે તેને આપવા માટે ફરજ પાડવામાં આવી છે. જે સહર્ષ આપે છે તે વ્યક્તિને દેવ ચાહે છે.

Interlinear

Choose Theme