Home Bibles અયૂબ 31:16 · ગુજરાતી બાઇબલ
અયૂબ 31:16 · ગુજરાતી બાઇબલ

મેં ગરીબોને કશું આપ્યું ન હોય તેવું કદી બન્યું નથી અને વિધવાઓને મેં કદી રડાવી નથી.

Cross references

લેવીય 25:35

“અને જો કોઈ ઇસ્રાએલી બંધુ ગરીબીમાં આવી પડે અને પોતાનું ભરણપોષણ કરી શકે નહિ, તો તેને મદદ કરવાની જવાબદારી તારી છે; તારે ઘેર મહેમાંન તરીકે આવવા માંટે તેને નિમંત્રણ આપ. જેથી તે તમાંરી સાથે રહી શકે.

પુનર્નિયમ 15:7

“પરંતુ તમાંરા દેવ યહોવા તમને જે પ્રદેશ આપે છે, તેના કોઈ પણ ગામમાં તમાંરો કોઈ જાતિભાઈ આથિર્ક મુશ્કેલીમાં આવી પડે, તો કઠોર હૃદયના ના બનશો. કે મદદનાં હાથને રોકશો નહિ.

પુનર્નિયમ 28:32

“તમાંરા પુત્ર-પુત્રીઓને તમાંરાં દેખતાં પરદેશીઓ ઉપાડી જશે, અને રોજ તમે તેમને શોધશો પણ તેઓ તમને મળશે નહિ, પણ તમે કાંઈ મદદ કરી શકશો નહિ.

અયૂબ 5:16

તેથી ગરીબને આશા રહે છે અને દુષ્ટોનું મોઢું ચૂપ કરી દેવામાં આવશે.

અયૂબ 20:19

કારણકે એણે ગરીબોને રંજાડ્યાં છે ને તરછોડ્યાં છે, બીજાના બાંધેલા ઘર પચાવી પાડ્યાં છે.

અયૂબ 22:7

કદાચ તમે તરસ્યાને પાણી પાયું નહિ હોય, તમે ભૂખ્યાને રોટલો આપ્યો નહિ હોય.

ગીતશાસ્ત્ર 69:3

હું રડી રડીને નિર્ગત થઇ ગયો છું અને મારું ગળું સુકાઇ ગયું છે. મારા દેવની વાટ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.

ગીતશાસ્ત્ર 112:9

તેણે ઉદારતાથી નિર્ધનોની મદદ કરી છે, અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; અને તે મોટું સન્માન પ્રાપ્ત કરશે.

ગીતશાસ્ત્ર 119:82

તમે જે બાબતો માટે વચન આપેલું તેના માટે રાહ જોવાનું મેં ચાલુ રાખ્યું છે. જેને કારણે મારી આંખો નબળી થઇ રહી છે. તમે મને ક્યારે આશ્વાસન આપશો?

ગીતશાસ્ત્ર 119:123

તમારા તારણની અને પવિત્રવચનની રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઇ ગઇ છે.

નીતિવચનો 22:22

ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમજ ગરીબને ન્યાયાલયમાં હેરાન કરીશ નહિ.

યશાયા 10:2

અને આ રીતે ગરીબોને ન્યાય મળતો અટકાવો છો અને દલિતોના હક છીનવી લો છો. અને વિધવાઓની અને અનાથોની યાતનાઓમાંથી તમે લાભ મેળવો છો.

યશાયા 38:14

ટિટોડીની જેમ હું ટળવળું છું, હોલાની જેમ હું આક્રંદ કરું છું, મારી આંખ નભ તરફ જોઇ જોઇ થાકી ગઇ છે! હે યહોવા મારા માલિક, હું મુશ્કેલીમાં છું, તમે મને ઉગારી લેવાનું વચન આપો.”

યર્મિયાનો વિલાપ 4:17

મદદની આશામાં સમય જોઇ જોઇ, અમારી આંખો પણ થાકી ગઇ. પ્રજા રક્ષકની આશાએ રાહ જોઇ રહી પરંતુ અમને બચાવવા કોઇ ન આવ્યું.

માથ્થી 23:14

અરે, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ; ઢોંગીઓ, તમને અફસોસ છે! કારણ કે તમે વિધવાઓની મિલકત હડપ કરી જાઓ છો અને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરો છો તે માટે તમને સખત સજા થશે.

માથ્થી 25:17

જેને બે થેલીઓ મળી હતી તેણે પણ બીજે રોકાણ કયું અને બે થેલી કમાઈ લીધી.

લૂક 16:21

ધનવાન માણસના મેજ પરથી ખાતાં ખાતાં નીચે પડેલા ટુકડાઓ ખાઇને પોતાની ભૂખ સંતોષતો. કૂતરા પણ આવતા અને તેના ફોલ્લા ચાટતા.

પ્રેરિતોનાં ક્રત્યો 11:29

વિશ્વાસીઓએ નિર્ણય કર્યો કે તેઓ બધા તેઓના ભાઈઓને તથા બહેનોને જે યહૂદિયામાં રહે છે તેઓને મદદ કરવા પ્રયત્ન કરશે. પ્રત્યેક વિશ્વાસીએ પોતાના સાર્મથ્ય અનુસાર તેઓને મોકલવાની યોજના ઘડી.

ગલાતીઓને પત્ર 2:10

તેઓએ અમને માત્ર એક કામ કરવાનું કહ્યું કે દરિદ્રી લોકોને મદદ કરવાનું યાદ રાખો અને આ છે જે હું ખરેખર કરવા ઈચ્છુ છું.

Interlinear

Choose Theme