Home Bibles માર્ક 5:13 · ગુજરાતી બાઇબલ
માર્ક 5:13 · ગુજરાતી બાઇબલ

તેથી ઈસુએ તેઓને રજા આપી. અશુદ્ધ આત્માઓએ માણસને છોડયો અને તેઓ ભૂંડોમાં ગયા. પછી તે ભૂંડોનું ટોળું ટેકરીઓની કરાડો પરથી ધસી ગયું અને સરોવરમાં પડી ગયું. બધાંજ ભૂંડો ડૂબી ગયાં. તે ટોળામાં લગભગ 2,000 ભૂંડો હતાં.

Cross references

1 રાજઓ 22:22

તેણે કહ્યું, ‘હું જઈને તેના બધા પ્રબોધકોના મોઢે જૂઠી ભવિષ્યવાણી ઉચ્ચારાવીશ.’ પછી યહોવાએ કહ્યું, ‘તું જરૂર તેને લલચાવવામાં સફળ થઈશ. જા, અને એ પ્રમાંણે કર.”‘

અયૂબ 1:12

યહોવાએ શેતાનને કહ્યું, “જો, તેની તમામ ચીજો હું તને સોપુઁ છુઁ; પણ તેને નુકસાન કરતો નહિ” એ પછી શેતાન યહોવાની હાજરી છોડી ચાલ્યો ગયો.

અયૂબ 2:6

પછી યહોવાએ શેતાનને કહ્યું કે, “જા, હું એને તારા હાથમાં સોંપુ છું. તારે એનું જે કરવું હોય તે કરજે; ફકત તેનો જીવ બચાવજે.”

માથ્થી 8:32

ઈસુએ તેઓને કહ્યું, “જાઓ” અને અશુદ્ધ આત્માઓ ભૂંડોનાં ટોળામાં પેઠા. ભૂંડનું આખું ટોળું ટેકરીની ધાર પરથી સમુદ્રમાં ધસી ગયું અને પાણીમાં ડૂબી મર્યુ.

યોહાન 8:44

તમારો પિતા શેતાન છે, અને તમે તેના દીકરા છો. તે જે ઈચ્છે છે તે કરવા તમે ઈચ્છો છો. શેતાન શરુંઆતથી જ ખૂની હતો. શેતાન હંમેશા સત્યથી વિરૂદ્ધ છે અને તેથી તેનામાં સત્ય નથી. જૂઠું બોલવું તે તેનો સ્વભાવ છે. હા, તે જુઠો છે. અને તે જૂઠાનો બાપ છે.

1 પિતરનો પત્ર 3:22

હવે, ઈસુ આકાશમાં ગયો છે. તે દેવની જમણી બાજુએ છે. તે દૂતો, અધિકારીઓ, અને પરાક્રમીઓ પર રાજ કરે છે.

પ્રકટીકરણ 9:11

તીડોને તેઓનો એક રાજા છે તે રાજા અસીમ ઊંડાણની ખાઈનો દૂત છે. હિબ્રૂ ભાષામાં તેનુ નામ અબદ્દોનછે, ગ્રીક ભાષામાં તેનું નામ અપોલ્યોન છે.

પ્રકટીકરણ 13:5

તે પ્રાણીને ઘમંડી શબ્દો અને ઘણી દુષ્ટ વસ્તુઓ કહેવાની પરવાનગી આપવામાં આવી હતી. તે પ્રાણીને તેની શક્તિનો 42 મહિના માટે ઉપયોગ કરવાની પરવાનગી આપવામા આવી હતી.

પ્રકટીકરણ 20:7

જ્યારે 1,000 વર્ષ પૂરા થશે ત્યારે શેતાનને તેના અસીમ ઊંડાણમાંથી, બંદીખાનામાંથી મુક્ત કરવામાં આવશે.

Interlinear

Choose Theme