ઈસુએ કહ્યું, ‘મૂસાએ તે આજ્ઞા તમારા માટે લખી છે કારણ કે તમે દેવના ઉપદેશને સ્વીકારવાની ના પાડી.
Cross references
તમે સમજી લેજો કે તમાંરા કોઈ પુણ્યને લીધે યહોવા તમને આ સમૃદ્ધ ભૂમિનો કબજો આપતો નથી, કારણ, તમે તો હઠીલી પ્રજા છો.
મૂસાએ તેઓને કહ્યું, તમે કેવા બળવાખોર અને હઠીલા છો તે હું જાણું છું. હું હજી તમાંરી વચ્ચે જીવતો છું છતાં આજે તમે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો, તો માંરા મૃત્યુ પછી તો તમે શું નહિ કરો!
પરંતુ તેઓ અને અમારા પૂર્વજો અભિમાની અને હઠીલા હતા અને તેઓ અક્કડ થયા અને તેઓએ તારી આજ્ઞાઓની અવગણના કરી.
પરંતુ આ બધુંય હોવા છતાં તેઓ તમને આધીન રહ્યા નહિ. અને તારી વિરૂદ્ધ બંડ પોકાર્યુ. તેઓએ તમારા નિયમશાસ્ત્રને નકાર્યા. અને જે પ્રબોધકોએ તેઓને તારા તરફ પાછા ફરવા કહ્યું તેઓને તેઓએ મારી નાખ્યા. વળી તેઓએ બીજાં અનેક ભયંકર કૃત્યો કર્યા.
ઈસુએ ઉત્તર આપ્યો, “મૂસાએ તમને તમારી પત્નીઓને છૂટાછેડા આપવાની છૂટ આપી છે કારણ તમે દેવનો ઉપદેશ સ્વીકારવા તૈયાર ન હતા. હકીકતમાં શરુંઆતમાં છૂટાછેડાની છૂટ આપી જ નહોતી.
પછી સ્તેફને કહ્યું, “ઓ હઠીલા યહૂદિ આગેવાનો, તમે તમારા હ્રદય દેવને અર્પણ કર્યા નથી! તમે તેને ધ્યાનથી સાંભળતા પણ નથી. તમે હંમેશા પવિત્ર આત્મા તમને જે કહે છે તેઓનો વિરોધ કરો છો. તમારા પૂર્વજોએ આમ કર્યુ અને તમે પણ એમ જ કરો છો.
એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ: “જો તમે આજે દેવની વાણી સાંભળો તો,