તે ફરોશીઓએ કહ્યું, ‘મૂસાએ છૂટાછેડાનું પ્રમાણપત્ર લખ્યા પછી તેની પત્નીથી છૂટાછેડા લેવાની માણસને પરવાનગી આપી છે’
Cross references
“જો કોઈ પુરુષ સ્ત્રીને પરણ્યો હોય, અને તેની સાથે થોડા સમય સંસાર માંડયા બાદ તેનામાં કંઈં શરમજનક હોવાને કારણે તેને તે પસંદ ના હોય તો તેને છૂટાછેડા લખી આપી ઘરમાંથી કાઢી મૂકી શકે.
યહોવા પૂછે છે, “શુ મેં તમને મારા લેણદારોને વેચી દીધા છે? તેને લીધે શું તમે અહીં આવ્યા નથી? મેં તમારી માતાને છૂટાછેડા આપીને કાઢી મૂક્યાનું ફારગતીપત્ર ક્યાં છે? ના, તમારા અપરાધોને લીધે જ તમે પોતાને વેંચી દીધા હતા અને તમારું દેવું ચૂકવવાને માટે જ તમારી માતાને પણ કાઢી મૂકવામાં આવીં હતી.
યહોવા કહે છે, “એક નિયમ છે, કોઇ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપે અને તેણી તેને છોડીને જાય અને બીજા માણસને પરણે, તો પછી પહેલો પતિ તેને પાછો લઇ શકે ખરો? ચોક્કસ નહિ - કારણ એ દેશ પૂરેપૂરા ષ્ટ થયો નથી? હે ઇસ્રાએલી પ્રજા, તેં તો અનેક પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે! અને તે છતાં પણ તું પાછી આવવા માંગે છે?”
મરિયમનો પતિ યૂસફ, ખૂબજ ભલો માણસ હતો, તે જાહેરમાં મરિયમને લજ્જિત કરવા ઈચ્છતો ન હતો તેથી તેણે છૂટાછેડા આપવાનું ગુપ્ત રીતે નક્કી કર્યુ.
“એમ પણ કહેવામાં આવ્યું હતું, ‘જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે તેણે તેને છૂટા છેડાનું લેખિત નિવેદન આપવું જોઈએ.
ફરોશીઓએ પૂછયું, “તો પછી મૂસાએ એવી આજ્ઞા કેમ કરી છે કે મનુષ્ય પોતાની પત્નીને છૂટાછેડાનું પ્રમાણપત્ર લખી આપી છૂટાછેડા આપી શકે છે?”