Home Bibles માર્ક 1:3 · ગુજરાતી બાઇબલ
માર્ક 1:3 · ગુજરાતી બાઇબલ

‘ત્યાં એક વ્યક્તિ છે જે રેતીના રણમાં પોકાર કરે છે: ‘પ્રભુ માટે માર્ગ તૈયાર કરો. તેના રસ્તા સીધા કરો.”‘ યશાયા 40:3

Cross references

યશાયા 40:3

કોઇનો સાદ સંભળાય છે: “મરુભૂમિમાં યહોવાને માટે રસ્તો તૈયાર કરો; આપણા દેવને માટે રણમાં સીધો અને સપાટ રાજમાર્ગ બનાવો.

માથ્થી 3:3

યશાયા પ્રબોધકે જેના વિષે વાત કરી છે તે આ યોહાન બાપ્તિસ્મા કરનાર છે. યશાયા પ્રબોધકે કહ્યું છે:“એક વ્યક્તિ ઉજજડ પ્રદેશમાં પોકાર કરે છે:‘પ્રભુ માટે માર્ગ તૈયાર કરો; અને તેના માટેનો માર્ગ સીધો કરો.”‘ યશાયા 40:3

લૂક 3:4

યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલા વચનો મુજબ:“અરણ્યમાં કોઈ વ્યક્તિનો પોકાર સંભળાય છે: ‘પ્રભુને માટે માર્ગ તૈયાર કરો. તેનો માર્ગ સીધો બનાવો.

યોહાન 1:15

યોહાને લોકોને તેના વિષે કહ્યું, યોહાને કહ્યું, “હું જેના વિષે કહેતો હતો તે એ જ છે.” મેં કહ્યું, ‘જે મારી પાછળ આવે છે તે મારા કરતાં પણ મોટો છે. તે મારી પહેલાનો હતો.”

યોહાન 1:19

યરૂશાલેમના યહૂદિઓએ કેટલાક યાજકોને તથા લેવીઓને યોહાન પાસે મોકલ્યા. યહૂદિઓએ તેઓને યોહાનને પૂછવા માટે મોકલ્યા, “તું કોણ છે?”

યોહાન 3:28

તમે તમારી જાતે મને કહેતા સાંભળ્યો છે, ‘હું ખ્રિસ્ત નથી. હું તો ફક્ત તે એક છું જેને તેનો માર્ગ તૈયાર કરવા માટે દેવે મોકલ્યો છે.’

Interlinear

Choose Theme