Home Bibles યોહાન 3:28 · ગુજરાતી બાઇબલ
યોહાન 3:28 · ગુજરાતી બાઇબલ

તમે તમારી જાતે મને કહેતા સાંભળ્યો છે, ‘હું ખ્રિસ્ત નથી. હું તો ફક્ત તે એક છું જેને તેનો માર્ગ તૈયાર કરવા માટે દેવે મોકલ્યો છે.’

Cross references

માલાખી 3:1

સૈન્યોનો દેવ યહોવા કહે છે, “જુઓ, હું મારા પહેલા માર્ગને સાફ કરવા મારા દૂતને મોકલનાર છું. અને તમે જેની શોધમાં છો, તે યહોવા અચાનક પોતાના મંદિરમાં પ્રવેશ કરશે, તમે જેને જોવાને તલસી રહ્યા છો તે કરારનો દૂત આવી રહ્યો છે.

માલાખી 4:4

“મેં મારા સેવક મૂસાને હોરેબમાં સમસ્ત ઇસ્રાએલ માટે જે નિયમો અને આજ્ઞાઓ ફરમાવ્યાં હતાં તે મૂસાના નિયમને યાદ રાખો.”

માથ્થી 3:3

યશાયા પ્રબોધકે જેના વિષે વાત કરી છે તે આ યોહાન બાપ્તિસ્મા કરનાર છે. યશાયા પ્રબોધકે કહ્યું છે:“એક વ્યક્તિ ઉજજડ પ્રદેશમાં પોકાર કરે છે:‘પ્રભુ માટે માર્ગ તૈયાર કરો; અને તેના માટેનો માર્ગ સીધો કરો.”‘ યશાયા 40:3

માથ્થી 3:11

“તમે તમારા હૃદય અને જીવન બદલ્યાં છે એમ દર્શાવવા માટે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું. પણ હવે મારા પછી જે માણસ આવી રહ્યો છે, તે મારા કરતાં પણ મહાન છે જેનાં પગરખાં ઉપાડવા જેટલી પણ હું યોગ્યતા ધરાવતો નથી. તે તમને પવિત્ર આત્માથી અને અજ્ઞિથી બાપ્તિસ્મા આપશે.

માર્ક 1:2

યશાયા પ્રબોધકે જે કહ્યુ છે તે થશે. યશાયાએ લખ્યું છે: ‘ધ્યાનથી સાંભળો! હું (દેવ) મારા દૂતને તારી આગળ મોકલીશ. તે તારા માટે માર્ગ તૈયાર કરશે.’ માલાખી 3:1

લૂક 1:16

યોહાન યહૂદિઓને પાછા ફેરવશે પછી તેમના પ્રભુ તેમના દેવ તરફ ફેરવશે.

લૂક 1:76

અને, ઓ! નાના છોકરા! હવે તું પરાત્પર દેવનો પ્રબોધક કહેવાશે. તું પ્રભુની આગળ ચાલશે, તેને માટે માર્ગ તૈયાર કરશે.

લૂક 3:4

યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલા વચનો મુજબ:“અરણ્યમાં કોઈ વ્યક્તિનો પોકાર સંભળાય છે: ‘પ્રભુને માટે માર્ગ તૈયાર કરો. તેનો માર્ગ સીધો બનાવો.

યોહાન 1:20

યોહાન સ્પષ્ટ બોલ્યો. યોહાને ઉત્તર આપવાની ના પાડી નહિ, યોહાને સ્પષ્ટતાપૂર્વક કહ્યું, “હું ખ્રિસ્ત નથી.” યોહાને લોકોને આ વાત કહી.

યોહાન 1:23

યોહાને તેઓને યશાયા પ્રબોધકના શબ્દો કહ્યા,“હું રાનમાં બૂમો પાડતી વ્યક્તિની વાણી છું;‘પ્રભુ માટે સીધો રસ્તો તૈયાર કરો.”‘ યશાય 40:3

યોહાન 1:25

આ માણસોએ યોહાનને કહ્યું, “તું કહે છે કે તું ખ્રિસ્ત નથી. તું કહે છે તું એલિયા કે પ્રબોધક પણ નથી. પછી તું શા માટે લોકોને બાપ્તિસ્મા આપે છે?”

યોહાન 1:27

તે વ્યક્તિ જે મારી પાછળ આવે છે, હું તેના જોડાની દોરી છોડવા જેટલો પણ યોગ્ય નથી.”

Interlinear

Choose Theme