Home Bibles લૂક 21:9 · ગુજરાતી બાઇબલ
લૂક 21:9 · ગુજરાતી બાઇબલ

જ્યારે તમે યુદ્ધો તથા હુલ્લડોની અફવાઓ સાંભળો ત્યારે બીશો નહિ. આ બાબતો પ્રથમ બનશે પણ તેનો અંત પાછળથી આવશે.”

Cross references

ગીતશાસ્ત્ર 27:1

યહોવા મારું તારણ અને પ્રકાશ છે; શા માટે મારે કોઇથીય ડરવું? યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે, શા માટે મારે કોઇનાથી ડરવું?

ગીતશાસ્ત્ર 46:1

દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે; આપણે અનુભવ કર્યો છે કે, સંકટ સમયનાં તેઓ સાથી, ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે.

ગીતશાસ્ત્ર 112:7

તે ખરાબ સમાચારથી ડરતો નથી; અને શું થશે તેની પણ ચિંતા કરતો નથી તે દેવ પર ભરોસો રાખી દ્રઢ રહે છે.

નીતિવચનો 3:25

ઓચિંતા ભયથી કે દુષ્ટ માણસો પર આવતા સર્વનાશથી તું ગભરાઇશ નહિ.

યશાયા 8:12

“કહેવાતા કાવતરાઁની જેનાથી આ લોકો ડરે છે, ચિંતા કરશો નહિ તે લોકો જેનો ડર રાખે છે, તેનાથી ગભરાશો નહિ:

યશાયા 51:12

યહોવા કહે છે, “તમને હિંમત આપનાર હું પોતે બેઠો છું. ર્મત્ય માણસથી, તરણા જેવા માણસથી ભયભીત થવાનું શું કારણ છે?”

ચર્મિયા 4:19

અરે! ઓહ! માંરુ અંતર કેવું વલોવાય છે! મારી છાતી કેવી ધડકે છે! હું શાંત રહી શકતો નથી, કારણ મેં રણશિંગડાનો ધ્વનિ સાંભળ્યો છે.

માથ્થી 24:6

પણ તમે લડાઈઓ વિષે અને લડાઈઓની અફવાઓ વિષે સાંભળશો ત્યારે તમે ગભરાશો નહિ. એ બધું જ અંત પહેલા બનવાનું છે અને ભબિષ્યનો અંત હજી બાકી છે.

માર્ક 13:7

તમે યુદ્ધો વિષે સાંભળશો અને યુદ્ધોની અફવાઓ વિષે સાંભળશો. પણ ગભરાશો નહિ. આ વસ્તુઓ તેનો અંત થતા પહેલા થશે.

લૂક 21:8

ઈસુએ કહ્યું, “સાવધાન રહો! કોઈ તમને મુર્ખ ન બનાવે. ઘણા લોકો મારા નામે આવશે, તેઓ કહેશે, ‘હું ખ્રિસ્ત છું’ અને ‘ખરો સમય આવ્યો છે!’ પણ તમે તેઓને અનુસરશો નહિ.

લૂક 21:18

પણ આમાંની કોઈ પણ વસ્તુ તમને ખરેખર નુકશાન કરી શકશે નહિ.

લૂક 21:28

જ્યારે આ ઘટનાઓ બનવા લાગે ત્યારે ઊચે નજર કરો અને ખુશ થાઓ! ચિંતા ના કરો. કારણ કે તમે જાણો છો કે તમારો ઉદ્ધાર થવાનો સમય પાસે આવ્યો છે!”

Interlinear

Choose Theme