Home Bibles લૂક 1:36 · ગુજરાતી બાઇબલ
લૂક 1:36 · ગુજરાતી બાઇબલ

જો એલિસાબેત જે તારી સબંધી છે તે પણ સગર્ભા છે અને તેની વૃધ્ધાવસ્થામાં તે એક દીકરાને જન્મ આપશે. દરેક વ્યક્તિ તેને વાંઝણી માનતા હતા. પણ તે છ માસથી સગર્ભા છે!

Cross references

ઊત્પત્તિ 11:30

સારાય વાંઝણી હતી. એને કોઈ સંતાન નહોતું.

ઊત્પત્તિ 16:1

ઇબ્રામની પત્ની સારાયને કોઈ બાળક ન હતું. સારાયની પાસે હાગાર નામે એક મિસરી દાસી હતી.

ઊત્પત્તિ 18:11

ઇબ્રાહિમ અને સારા ઘણા વૃદ્વ થઈ ગયા હતા. સારાનો તો સ્ત્રીધર્મ પણ બંધ થઈ ગયો હતો.

ઊત્પત્તિ 21:2

સારા ગર્ભવતી થઈ અને તેણે વૃદ્વાવસ્થામાં ઇબ્રાહિમને માંટે દેવે કહેલા સમયે એક પુત્રને જન્મ આપ્યો. દેવે જે વચન આપ્યું હતું તે જ પ્રમાંણે થયું.

2 રાજઓ 4:17

પણ એ સ્ત્રીને ગર્ભ રહ્યો જ, અને એલિશાએ કહ્યું હતું તે પ્રમાંણે, તે વખતે પુત્ર અવતર્યો.

સભાશિક્ષક 3:2

જન્મ લેવાનો સમય, મૃત્યુ પામવાનો સમય, છોડ રોપવાનો સમય અને રોપેલાને ઉખેડી નાંખવાનો સમય;

હિબ્રૂઓને પત્ર 11:11

ઈબ્રાહિમ ખૂબ ઘરડો હોવાથી બાળકોને પેદા કરવા અસમર્થ હતો. અને સારા માતા બની શકે તેમ નહતી પરંતુ દેવે ઇબ્રાહિમને વચન આપ્યું હતું તેમાં તેને પૂર્ણ વિશ્વાસ હતો. છેવટે સારા ગર્ભવતી થઈ અને ઈબ્રાહિમ પિતા બન્યો.

Interlinear

Choose Theme