ઇબ્રાહિમ અને સારા ઘણા વૃદ્વ થઈ ગયા હતા. સારાનો તો સ્ત્રીધર્મ પણ બંધ થઈ ગયો હતો.
Cross references
પછી ઇબ્રાહિમે સાષ્ટાંગ નમસ્કાર કરીને દેવની ભકિત દર્શાવી. અને મનમાં હસ્યો. તે મનોમન વિચારવા લાગ્યો, “હું તો 100 વર્ષનો વૃદ્વ છું. હું પુત્ર કેવી રીતે ઉત્પન્ન કરી શકું? અને સારા 90 વર્ષની વૃદ્વા છે, તે બાળકને જન્મ આપી શકે નહિ.”
ઇબ્રાહિમની સુન્નત થઈ, ત્યારે તેની ઉંમર 99 વર્ષની થઈ હતી.
હવે ઇબ્રાહિમ ખૂબ વૃદ્વ થયો હતો. યહોવાએ ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યા અને તેના પ્રત્યેક કામમાં સફળતા પ્રદાન કરી.
માંરા ધણીની પત્ની સારાને વૃદ્વાવસ્થામાં એક પુત્ર અવતર્યો અને માંરા ધણીએ તેને બધી મિલકત સોંપી દીધી છે.
પછી રાહેલે તેણીના પિતાને કહ્યું, “પિતાજી, માંરા પર ગુસ્સો ન કરતા. હું તમાંરી સામે ઊભી રહેવા માંટે પણ અસમર્થ છું. આ સમયે માંરો માંસિકધર્મ ચાલી રહ્યો છે.” તેથી લાબાને આખા તંબુમાં દેવોની તપાસ કરી, પરંતુ તે તેઓને શોધી શકયો નહિ.
“સ્ત્રી માંસિક ઋતુમાં હોય તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય અને તે દિવસો દરમ્યાન જે કોઈ તેને સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
હવે યહોશુઆ ખૂબ વૃદ્ધ થયો હતો અને યહોવાએ તેને કહ્યું, “તું વયોવૃદ્ધ થયો છે, અને હજી બીજાં ઘણાં રાજ્યો જીતવાના બાકી છે, જે આ પ્રમાંણે છે:
પરંતુ ઝખાર્યા અને એલિસાબેત નિ:સંતાન હતા. કારણ કે એલિસાબેત મા બનવા માટે શક્તિમાન ન હતી; અને તેઓ બંન્ને ઘણાં વૃદ્ધ હતા.
ઝખાર્યાએ દૂતને પૂછયું, “હું એક ઘરડો છું, અને મારી પત્નિ પણ વૃદ્ધ છે. હું કેવી રીતે માની શકું કે તું જે કહે છે તે સાચું છે?”
જો એલિસાબેત જે તારી સબંધી છે તે પણ સગર્ભા છે અને તેની વૃધ્ધાવસ્થામાં તે એક દીકરાને જન્મ આપશે. દરેક વ્યક્તિ તેને વાંઝણી માનતા હતા. પણ તે છ માસથી સગર્ભા છે!
ઈબ્રાહિમને ત્યાં બાળકો થાય એવી કોઈ આશા ન હતી. પરંતુ ઈબ્રાહિમને દેવમાં વિશ્વાસ હતો, અને આશા સેવવાનું તેણે ચાલુ રાખ્યું. તેથી જ તો ઘણી પ્રજાઓનો તે પૂર્વજ થયો. દેવે તેને કહ્યું હતું, “તને ઘણાં વંશજો મળશે.”
ઈબ્રાહિમ ખૂબ ઘરડો હોવાથી બાળકોને પેદા કરવા અસમર્થ હતો. અને સારા માતા બની શકે તેમ નહતી પરંતુ દેવે ઇબ્રાહિમને વચન આપ્યું હતું તેમાં તેને પૂર્ણ વિશ્વાસ હતો. છેવટે સારા ગર્ભવતી થઈ અને ઈબ્રાહિમ પિતા બન્યો.
ઈબ્રાહિમ માનતો હતો કે દેવ મૂએલાંઓને પાછા ઉઠાડી શકે છે, અને ખરેખર દેવે જ્યારે ઈબ્રાહિમને ઈસહાકનું બલિદાન આપતા રોક્યો, ત્યારે તે તેને મૂએલામાંથી પાછા બોલાવવા જેવું હતું.