તમાંરે તમાંરા પુત્ર અને પુત્રીઓનું માંસ જમવાનો સમય આવશે.
Cross references
તે આફતના દિવસોમાં જ્યારે તમાંરા શહેરો પર દુશ્મનો ઘેરો ઘાલશે, કોઇ પણ ખાદ્ય સામગીર્ શહેરોની અંદર આવવા નહિ દે ત્યારે તમે યહોવા તમાંરા દેવે આપેલા તમાંરા પોતાના દીકરાનું અને દીકરીઓનું માંસ ખાશો.
પછી રાજાએ તેને પૂછયું, “શી બાબત છે?”પેલી સ્રીએ કહ્યું, “આ સ્રીએ મને એમ કહ્યું હતું કે, ‘તું તારો પુત્ર આપ અને આપણે આજે તેને ખાઈશું અને માંરા પુત્રને આવતી કાલે ખાઈશું.’
તેથી અમે માંરા પુ્ત્રનું માંસ રાંધીને ખાધું, બીજે દિવસે મેં જયારે તેને કહ્યું, ‘હવે તારા પુત્રને માંરી નાખ કે, આપણે તેનું માંસ ખાઈએ.’ ત્યારે તેણે તેને સંતાડી દીધો.”
તેઓના શત્રુઓ, જેઓ તેઓનો જીવ શોધે છે તેઓ ઘેરો ઘાલીને તે બધાને સંકડામણમાં લાવશે, તે વખતે તેઓ પોતાના પુત્રોનું તથા પોતાની પુત્રીઓનું માંસ ખાય એવું હું કરીશ. તેઓ બધા એકબીજાનું માંસ ખાશે.’
આજુબાજુ જુઓ હે યહોવા! જો તું કોને દુ:ખી કરી રહ્યો છે? શું માતાઓ તેમના જ પોતાના બાળકોને ખાય? શું તારા યાજકો અને પ્રબોધકોને તારા જ પવિત્રસ્થાનમાં મારી નાંખવામાં આવે?
મારી પ્રજા પર એવી આફત ઊતરી આવી કે કોમળ હૃદયની સ્ત્રીઓએ પોતાના પેટનાં છોકરાંને પોતાના હાથે રાંધીને ખાવા પડ્યાં.
પરિણામે તમારા લોકોમાં પિતા પોતાના પુત્રને ખાશે, ને પુત્ર પોતાના પિતાને ખાશે; હું તમને સજા કરીશ અને તમારા જે વતનીઓ બચવા પામ્યા હશે તેમને હું ચારે દિશાઓમાં વેરવિખેર કરી નાખીશ.”
“એ દિવસોમાં જે ગર્ભવતી સ્ત્રીઓ હશે, અને જેને ધાવણાં બાળકો હશે તેમને માટે દુ:ખદાયક દિવસ હશે.
સમય એવો આવે છે કે જ્યારે લોકો કહેશે કે, એ સ્ત્રીઓને ધન્ય છે જેઓને બાળકો થઈ શકતા નથી. તે સ્ત્રીઓને ધન્ય છે કે જેઓએ બાળકોને જન્મ આપ્યો નથી. અને જેઓએ બાળકોને ધવડાવ્યું નથી.’