Home Bibles 2 રાજઓ 6:28 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 6:28 · ગુજરાતી બાઇબલ

પછી રાજાએ તેને પૂછયું, “શી બાબત છે?”પેલી સ્રીએ કહ્યું, “આ સ્રીએ મને એમ કહ્યું હતું કે, ‘તું તારો પુત્ર આપ અને આપણે આજે તેને ખાઈશું અને માંરા પુત્રને આવતી કાલે ખાઈશું.’

Cross references

ઊત્પત્તિ 21:17

દેવે બાળકને રડતો સાંભળ્યો. અને આકાશમાંથી એક દૂતે હાગારને બોલાવી તેણે હાગારને પૂછયું, “હાગાર, તારે શી સમસ્યા છે? દેવે બાળકને રડતો સાંભળ્યો છે, ડરીશ નહિ,

લેવીય 26:29

તમાંરે તમાંરા પુત્ર અને પુત્રીઓનું માંસ જમવાનો સમય આવશે.

પુનર્નિયમ 28:53

તે આફતના દિવસોમાં જ્યારે તમાંરા શહેરો પર દુશ્મનો ઘેરો ઘાલશે, કોઇ પણ ખાદ્ય સામગીર્ શહેરોની અંદર આવવા નહિ દે ત્યારે તમે યહોવા તમાંરા દેવે આપેલા તમાંરા પોતાના દીકરાનું અને દીકરીઓનું માંસ ખાશો.

ન્યાયાધીશો 18:23

તેમણે તેઓને થોભી જવા માંટે જોરથી બૂમ પાડી, એટલે દાનકુળસમૂહઓએ પાછા ફરીને જોયું અને મીખાહને પૂછયું, “શું વાત છે? શા માંટે તમાંરા માંણસોને લડવા બોલાવ્યા છે?”

1 શમુએલ 1:8

તેનો પતિ હઁમેશા તેણીને પૂછતો, “હાન્ના, તું શા માંટે રડે છે? અને તું ખાતી કેમ નથી? તું શા માંટે આટલી ઉદાસ છે? હું દસ પુત્રો કરતાં સારો છું તેમ તારે વિચારવું.”

2 શમએલ 14:5

એટલે રાજાએ પૂછયું, “શું છે?”તે બોલી, “હું વિધવા છું, માંરો પતિ મૃત્યુ પામ્યો છે,

ગીતશાસ્ત્ર 114:5

અરે લાલ સમુદ્ર! તને શું થઇ ગયું કે તું બે ભાગમાં વહેંચાઇ ગયો? યર્દન નદી, શું થયું તારા પાણીનું? શા માટે તમે પાછા હઠી ગયા?

યશાયા 9:20

બધા એકબીજાનું માંસ ખાય છે. જમણી બાજુ બચકું ભરે છે તોયે ભૂખ્યો રહે છે અને ડાબી બાજુ બચકું ભરે તોય સંતોષ પામતો નથી.

યશાયા 22:1

સંદર્શન ખીણને લગતી દેવવાણી: દરેક માણસો ક્યાં જઇ રહ્યાં છે? તેઓ પોતાના ઘરની ટોચ પર કેમ દોડી ગયાં છે?

યશાયા 49:15

પરંતુ યહોવા કહે છે, “કોઇ માતા પોતાના બાળકને કઇં રીતે ભૂલી જઇ શકે? પોતાના પેટના સંતાનને હેત કરવાનું કઇ રીતે ભૂલી જઇ શકે? કદાચ માતા ભૂલી જાય, પણ હું તને નહિ ભૂલું.

યર્મિયાનો વિલાપ 4:10

મારી પ્રજા પર એવી આફત ઊતરી આવી કે કોમળ હૃદયની સ્ત્રીઓએ પોતાના પેટનાં છોકરાંને પોતાના હાથે રાંધીને ખાવા પડ્યાં.

યર્મિયાનો વિલાપ 5:10

પરિણામે તમારા લોકોમાં પિતા પોતાના પુત્રને ખાશે, ને પુત્ર પોતાના પિતાને ખાશે; હું તમને સજા કરીશ અને તમારા જે વતનીઓ બચવા પામ્યા હશે તેમને હું ચારે દિશાઓમાં વેરવિખેર કરી નાખીશ.”

માથ્થી 24:18

જેઓ ખેતરોમાં હોય તેમણે પોતાના કપડાં લેવા પાછા ઘરે જવું નહિ.

લૂક 23:29

સમય એવો આવે છે કે જ્યારે લોકો કહેશે કે, એ સ્ત્રીઓને ધન્ય છે જેઓને બાળકો થઈ શકતા નથી. તે સ્ત્રીઓને ધન્ય છે કે જેઓએ બાળકોને જન્મ આપ્યો નથી. અને જેઓએ બાળકોને ધવડાવ્યું નથી.’

Interlinear

Choose Theme