લેવીય 13:48 · ગુજરાતી બાઇબલ
અથવા શણના કે ઊનના તાણા કે વાણામાં અથવા ચામડામાં કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં ફુગનો ડાધ હોય,
Cross references
લેવીય 13:51
અને સાતમે દિવસે તેણે ફરીથી તે તપાસવી અને જો ડાઘ ફેલાયેલા હોય, તો એ ભયાનક ફૂગ છે. તે અશુદ્ધ છે.
પુનર્નિયમ 8:11
“પરંતુ ખબરદાર! આ વખતે તમાંરા દેવ યહોવાને ભૂલી ન જશો. પુષ્કળ સમૃદ્વિને કારણે યહોવા દેવને ભૂલી ન જતા. અને હું તમને એમના જે કાયદાઓ, નિયમો અને આજ્ઞાઓ સંભળાવું છું તેનું પાલન કરવાનું રખેને ચૂકતા,
યહૂદાનો પત્ર 1:23
તમારે કેટલાએક લોકોને બચાવવાની જરુંર છે. તમે તેઓને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવશો. પણ જ્યાંરે તમે બીજા લોકો જે પાપીઓ છે તેઓને મદદ કરવા ઈચ્છો છો ત્યારે સાવધ રહો. તેમનાં વસ્ત્રો જે પાપથી ગંદા થયેલાં છે તેને પણ ઘિક્કારો.
પ્રકટીકરણ 3:4
“પણ તારા સમૂહમાં સાદિર્સમાં તારી પાસે થોડાં લોકો છે જેઓએ તેમની જાતને શુદ્ધ રાખી છે. તે લોકો મારી સાથે ફરશે. તેઓ ઊજળાં વસ્ત્રો પહેરશે કારણકે તેઓ લાયક છે.